દૈનિક આજીવિકા ધરાવતા લોકો માટે આગળ આવી સાનિયા મિર્ઝા

Published: Mar 25, 2020, 15:53 IST | Agencies | Hyderabad

કોરોના વાઇરસને લીધે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે ઇન્ડિયન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા આગળ આવી છે.

સાનિયા મિર્ઝા
સાનિયા મિર્ઝા

કોરોના વાઇરસને લીધે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે ઇન્ડિયન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા આગળ આવી છે. રોજિંદી આવક રળનાર માટે લૉકડાઉનમાં સર્વાઇવ કરવું મુશ્કેલ બની ગયું છે ત્યારે અન્ય લોકો સાથે સાનિયા પણ તેમની વહારે આવી છે. સોશ્યલ મીડિયા પર વિડિયો-મેસેજ અપલોડ કરતાં સાનિયાએ કહ્યું કે ‘વિશ્વઆખું જ્યારે આ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આપણે નસીબદાર છીએ કે પોતાના ઘરમાં સુરકક્ષિત બેઠા છીએ અને જ્યાં બધું વ્યવસ્થિત છે, પણ એવા હજારો લોકો છે જેઓ આપણી જેમ નસીબદાર નથી અને માટે આપણી એ જવાબદારી બને છે કે આપણે એ લોકોને બનતી મદદ કરીએ. શોએબ અને હું અન્ય લોકો સાથે મળીને આવી વ્યક્તિઓને મદદ કરવાનું વિચારી રહ્યાં છીએ જેથી આ કપરા સમયમાં તેમને થોડી રાહત મળી શકે.’

સાનિયા મિર્ઝા પહેલાં બજરંગ પુનિયા અને ગૌતમ ગંભીર જેવા પ્લેયરોએ પણ આગળ આવીને કોરોનાગ્રસ્ત લોકોને મદદ કરવા માટે ડોનેશન આપ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK