Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગેઇલનો સિક્સર-શો ઇંગ્લૅન્ડે કર્યો ફ્લૉપ

ગેઇલનો સિક્સર-શો ઇંગ્લૅન્ડે કર્યો ફ્લૉપ

22 February, 2019 11:40 AM IST |

ગેઇલનો સિક્સર-શો ઇંગ્લૅન્ડે કર્યો ફ્લૉપ

સુપર્બ સેન્ચુરી પાણીમાં : ૩ ફોર અને ૧૨ સિક્સરની મદદથી ૧૩૫ રન બનાવનાર વેસ્ટ ઇન્ડીઝનો ઓપનર ક્રિસ ગેઇલ.

સુપર્બ સેન્ચુરી પાણીમાં : ૩ ફોર અને ૧૨ સિક્સરની મદદથી ૧૩૫ રન બનાવનાર વેસ્ટ ઇન્ડીઝનો ઓપનર ક્રિસ ગેઇલ.


૧-૦ની લીડ લીધી હતી. ગેઇલે ૧૨૯ બૉલમાં ૩ ફોર અને ૧૨ સિક્સરની મદદથી ઇલેક્ટ્રિફાઇંગ ૧૩૫ રન બનાવ્યા હતા. ટૉસ જીતીને યજમાન કૅપ્ટન જેસન હોલ્ડરે નાના ગ્રાઉન્ડમાં પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઘણા મહિનાઓ પછી વન-ડે ટીમમાં પાછા ફરેલા ગેઇલે T૨૦ સ્ટાઇલમાં ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. ગેઇલ અને શાઇ હોપ (૬૪) સિવાય એકેય બૅટ્સમૅન પ૦ના સ્કોરને ક્રૉસ કરી શક્યો ન હતો. યજમાન ટીમે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૬૦ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : T20માં ચેતેશ્વર પુજારાની સેન્ચુરી



ઇંગ્લૅન્ડના ઓપનર જેસન રૉય અને જૉની બૅરસ્ટૉએ ૧૦.૫ ઓવરમાં ૯૧ રનની આક્રમક શરૂઆત આપી હતી. પ્લેયર ઑફ ધ મૅચ રૉયે ફક્ત ૮૫ બૉલમાં ૧૫ ફોર અને ૩ સિક્સરની મદદથી ૧૨૩ રન બનાવ્યા હતા. રૂટે (૧૦૨) પહેલાં રૉય સાથે ૧૧૪ અને કૅપ્ટન ઓઇન મૉર્ગન સાથે ૧૧૬ રનની આક્રમક પાર્ટનરશિપ કરતાં વેસ્ટ ઇન્ડીઝ પરાજયથી બચી શક્યું નહોતું. પ્રવાસી ઇંગ્લૅન્ડની ટીમે ૪૮.૪ ઓવરમાં ૩૬૪ રન બનાવીને ૬ વિકેટથી જીત મેળવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2019 11:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK