Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મારી કરીઅર દરમ્યાનનો કુંબલે બેસ્ટ કૅપ્ટન હતો : ગૌતમ ગંભીર

મારી કરીઅર દરમ્યાનનો કુંબલે બેસ્ટ કૅપ્ટન હતો : ગૌતમ ગંભીર

23 April, 2020 12:18 PM IST | New Delhi
Agencies

મારી કરીઅર દરમ્યાનનો કુંબલે બેસ્ટ કૅપ્ટન હતો : ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર


ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર અને સંસદસભ્ય ગૌતમ ગંભીરે હાલમાં કહ્યું છે કે તેની ક્રિકેટ કરીઅર દરમિયાન સૌથી બેસ્ટ કૅપ્ટન અનિલ કુંબલે હતો. આમ તો ગંભીર કુંબલે ઉપરાંત સૌરવ ગાંગુલી અને મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં પણ રમ્યો છે તેમ છતાં તેણે અનિલ કુંબલેને બેસ્ટ કૅપ્ટન ગણાવ્યો છે. આ વિશે વાત કરતાં ગૌતમ ગંભીરે કહ્યું કે ‘રેકૉર્ડની દૃષ્ટિએ મહેન્દ્ર સિંહ ધોની આગળ છે, પણ મારા માટે અનિલ કુંબલે બેસ્ટ કૅપ્ટન છે જેના નેતૃત્વમાં હું રમ્યો છું. સૌરવ ગાંગુલીએ પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે ઘણું કામ કર્યું છે. જો મને ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિશે પૂછવામાં આવે તો હું અનિલ કુંબલેનું જ નામ લઈશ. તેના નેતૃત્વમાં હું ભાગ્યે જ છ ટેસ્ટ મૅચ રમ્યો હોઈશ. એ સમયે તે લાંબા સમય માટે ટીમનો કૅપ્ટન નહોતો. જો તે લાંબા સમય માટે ટીમનો કેપ્ટન રહ્યો હોત તો તેણે ઘણા રેકૉર્ડ તોડ્યા હોત.’

વર્ષ ૨૦૦૭માં રાહુલ દ્રવિડે કૅપ્ટન્સી છોડ્યા બાદ અનિલ કુંબલેને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી હતી. તેના નેતૃત્વમાં ટીમે ૧૪ ટેસ્ટ મૅચ રમી હતી જેમાંથી ત્રણ મૅચ જીતી હતી, જ્યારે છમાં હાર અને પાંચ મૅચ ડ્રો રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2020 12:18 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK