વિકલ્પ નહોતો એટલે મને ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો : અનિલ કુંબલે

Published: 15th October, 2014 04:06 IST

ગઈ કાલે પણજીમાં એક ઇવેન્ટમાં હાજર રહેલા ભારતીય ટેસ્ટ ક્રિકેટ-ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અનિલ કુંબલેએ કહ્યું હતું કે ‘વિકલ્પના અભાવે મને ટેસ્ટ-મૅચનો કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો,

એ સમયે કોઈ પણ પ્લેયર કૅપ્ટન બનવા તૈયાર નહોતો. રાહુલ દ્રવિડે કૅપ્ટન્સીનું રાજીનામું આપી દીધું હતું અને સચિન તેન્ડુલકર કૅપ્ટન બનવા નહોતો માગતો. વળી મહેન્દ્ર સિંહ ધોનીએ એ સમયે પોતાની કારકર્દિની શરૂઆત કરી હોવાથી તેને કૅપ્ટન બનાવી શકાય એમ નહોતું. એથી મારે જ ૧૭ વર્ષનો અનુભવ હોવાને કારણે કૅપ્ટન તરીકેની જવાબદારી સ્વીકારવી પડી હતી.’ અનિલની કૅપ્ટનસીમાં ભારત ૧૪ ટેસ્ટ-મૅચ રમ્યું છે જેમાંથી એને ત્રણમાં જીત, જ્યારે પાંચ મૅચમાં પરાજય મળ્યો હતો તો છ મૅચ ડ્રૉ રહી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK