રવિ સવાણીએ અદાલતને એવું પણ કહ્યું હતું કે ‘સામાન્ય રીતે પાકિસ્તાન સામેની ભારતની એક મૅચ વખતે એકલા મુંબઈમાં ૨૦ કરોડ ડૉલર (૧૦ અબજ રૂપિયા)ની બેટ લાગતી હોય છે એ જોતાં લૉર્ડ્સની ગયા વર્ષની ટેસ્ટના સંદર્ભમાં વિશ્વભરનાં મુખ્ય શહેરોને ગણતરીમાં લઈએ તો ત્યારે કુલ ૧ અબજ ડૉલર (૫૦ અબજ રૂપિયા)ની બેટ લાગી જ હશે.’
પાકિસ્તાની પ્લેયરોએ લૉર્ડ્સની ટેસ્ટમાં જાણી જોઈને ત્રણ નો બૉલ ફેંકવાના સ્પૉટ-ફિક્સિંગમાં જે ભૂમિકા ભજવી હતી એમાં સલમાન બટ ઉપરાંત મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફ વિરુદ્ધ તો તપાસ ચાલુ જ છે. કામરાન અકમલ તથા ઉમર અકમલ તેમ જ ફાસ્ટ બોલર વહાબ રિયાઝ અને ઇમરાન ફરહાત સહિત કુલ સાત પ્લેયરોનાં નામ એજન્ટ માજિદ મઝહરે કોર્ટને આપ્યા છે.