° °

આજનું ઇ-પેપર
Sunday, 27 November, 2022

રિચર્લિસનના પૅડલ શૉટના ગોલથી સર્બિયા સ્તબ્ધ

રિચર્લિસનના પૅડલ શૉટના ગોલથી સર્બિયા સ્તબ્ધ: બ્રાઝિલ જીત્યું

કતારમાં ગુરુવારે એક પછી એક બે સુપરસ્ટાર ફુટબોલરની મૅચ હતી, જેમાંની પહેલી મૅચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સુકાનમાં પોર્ટુગલની ટીમ ઘાના સામે માંડ-માંડ જીતી હતી. ત્યાર બાદ નેમારની મૅચમાંથી ઈજાને કારણે વહેલી વિદાય થઈ ગયા પછી પણ બ્રાઝિલે સર્બિયા સામે આસાન વિજય મેળવ્યો હતો.

26 November, 2022 07:12 IST | Qatar | Gujarati Mid-day Correspondent
તસવીરો : એ.એફ.પી.

આર્જેન્ટિનાને હરાવી સાઉદી અરેબિયાએ સોકરજગતને ચોંકાવી દીધું

વર્લ્ડ નંબર-થ્રી મેસીની ટીમ પહેલી જ મૅચ હારી : ૫૧મા રૅન્કના હરીફોએ જોરદાર કમબૅક કરીને ૨-૧થી આપી પછડાટ કતારના ફુટબૉલ વર્લ્ડ કપમાં ગઈ કાલે પહેલો અપસેટ સર્જાયો હતો, જેમાં ટ્રોફી માટે ફેવરિટ ગણાતા અને ફિફા રૅન્કિંગ્સમાં ત્રીજો રૅન્ક ધરાવતા આર્જેન્ટિનાને કતારના પાડોશી દેશ અને રૅન્કિંગ્સમાં ૫૧મો ક્રમ ધરાવતા સાઉદી અરેબિયાએ ૨-૧થી હરાવીને સોકરવિશ્વને ચોંકાવી દીધું હતું. ફુટબૉલવિશ્વમાં જેટલા પણ સૌથી મોટા અપસેટ્સ થયા છે એમાં સાઉદીના આ વિજયને જરૂર સ્થાન મળશે.  

23 November, 2022 10:00 IST | Doha | Gujarati Mid-day Correspondent
કતારની રાજધાની દોહામાં ફુટબૉલ વર્લ્ડ કપ નિમિત્તે એક સ્થળે પ્રદર્શન માટે તોતિંગ બૂટ મૂકવામાં આવ્યું છે.

FIFA World CUP: ભારતની ગિફ્ટ, કતારમાં હિટ

કતારની રાજધાની દોહામાં ફુટબૉલ વર્લ્ડ કપ નિમિત્તે એક સ્થળે પ્રદર્શન માટે તોતિંગ બૂટ મૂકવામાં આવ્યું છે. દરરોજ સેંકડો લોકો આ બૂટ જુએ છે. કતારને ગયા મહિને ભારતે બન્ને દેશો વચ્ચેની મૈત્રી વધુ મજબૂત કરવાના આશયથી સ્પેશ્યલ બૂટ ભેટ આપ્યું હતું. એ જહાજમાં મોકલવામાં આવ્યું હતું. ૪૫૦ કિલો વજનનું આ વિશ્ર્વનું સૌથી મોટું બૂટ છે. એ ૬ ફુટ ઊંચું અને ૧૭ ફુટ લાંબું છે. આઇમૅક્સ ગોલ્ડ નામની પ્રાઇવેટ કંપનીએ ક્યુરેટર એમ. દિલીપના સુપરવિઝનમાં આ બૂટ તૈયાર કર્યું હતું. તસવીર એ. એફ. પી.

18 November, 2022 02:55 IST | Doha | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : એ.એફ.પી.

FIFA World Cup : કતારની જેમ કેરલા અને કલકત્તામાં પણ ફુટબૉલનો ક્રેઝ

વિશ્વભરમાં ‘ફિફા વર્લ્ડ કપ’ (FIFA World Cup)ની મોસમ પૂરબહારમાં ખિલી છે. રવિવારે એટલે કે ૨૦ નવેમ્બરથી ફિફા વર્લ્ડ કપ શરુ થઈ રહ્યો છે. રવિવારે કતારના અલ ખૉર શહેરના સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાશે અને બાવીસમો ફિફા વર્લ્ડ કપ શરૂ થશે. આ સાથે જ વિશ્વના મોટા ભાગના દેશોમાં ફુટબૉલ ફેસ્ટિવલનો આરંભ થયો કહેવાશે. જોકે, ભારતના અનેક શહેરોમાં ફુટબૉલ ફેસ્ટિવલનો આનંદ જોવા મળી રહ્યો છે. ફુટબૉલનો ક્રેઝ આવો જોઈએ તસવીરોમાં…

17 November, 2022 12:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિસ્પી ખરાડી

Surat: ગિનસ વર્લ્ડ રેકૉર્ડ બનાવનાર વિસ્પી ખરાડીના સ્વાસ્થ્યનું કોણ રાખે છે ધ્યાન

વિસ્પી ખરાડીએ (Vispy Kharadi) ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં (Guinness Book of World Records) આજે એક નહીં પણ ત્રણ વર્લ્ડ રેકૉર્ડ માટે (made 3 World Record) જગ્યા બનાવી છે. વિસ્પીએ એક મિનિટમાં સૌથી વધારે કૉલ્ડ ડ્રિન્ક્સ કેન હાથે તોડવાનો રેકૉર્ડ બનાવ્યો છે આ સાથે તેમણે એક મિનિટમાં સૌથી વધારે કૉંક્રીટ સીમેન્ટ બ્લૉક કોણીથી તોડી અને હેવીએસ્ટ કૉંક્રીટ બ્લૉક્સ બ્રોકન ઓન બેડ ઑફ નેલ્સ સેન્ડવિચનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે ત્યારે આ અવસરે વિસ્પીએ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે ત્યારે જાણો કોણ છે વિસ્પી ખરાડી? કેવી રીતે તેઓ કરે છે તૈયારીઓ અને કોણ રાખે છે તેમનું ધ્યાન...

06 October, 2022 09:28 IST | Mumbai | Shilpa Bhanushali
હાર્દિક પંડ્યા, વિરાટ અને અનુષ્કા અને પીવી સિંધુની તસવીરોનો કૉલાજ

ભારતીય સ્પોર્ટ્સ સ્ટાર્સે તિરંગો ફરકાવી કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી, જુઓ તસવીરો

પીવી સિંધુ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા જેવા ભારતીય સ્પોર્ટ્સ સ્ટાર્સે સોમવારે ટ્વિટર પર ભારતની 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. તસવીર સૌજન્ય: ટ્વિટર

15 August, 2022 02:01 IST | Mumbai
હરમીત દેસાઈને બાળપણથી જ ટેનિસ રમવાનો શોખ હતો.

કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતનાર સુરતનો હીરો Harmeert Desai કોણ છે? જાણો

ઈંગ્લેન્ડમાં  કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022)માં ગુજરાતી યુવકે ડંકો વગાડ્યો છે. સુરતના હરમીત દેસાઈ (Harmeet Desai)એ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ (Gold Medal)મેળવી ગુજરાત સહિત ભારત દેશનું નામ રોશન કર્યુ છે. સુરતના આ ગોલ્ડન બૉયના પિતા પણ ટેનિસ ખેલાડી છે. રાજુલ દેસાઈએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરી હરમિત વિશે અંગત અને પ્રોફશનલ અનેક રસપ્રદ વાતો શેર કરી હતી. (તસવીર: ઈન્સ્ટાગ્રામ)    

03 August, 2022 04:27 IST | Mumbai
તસવીર : એ.પી./ પી.ટી.આઇ.

ઓવર ટુ બર્મિંગહૅમ : ખેલ ખરાખરીના

ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમ શહેરમાં આવેલા એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં બુધવારે બાવીસમી કૉમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની યોજવામાં આવી હતી. આ સેરેમનીની તસવીરો જોઈએ. (તસવીરો : પી.ટી.આઇ./એ.એફ.પી./એ.પી.)   

29 July, 2022 01:00 IST | Birmingham

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK