અલ્ટીમેટ ખો ખો (યુકેકે) સીઝન ટૂ માટે ૧૬થી ૧૮ વર્ષની વચ્ચેની ૩૩ યુવા પ્રતિભાઓ સહિત દેશના શ્રેષ્ઠ ૧૪૫ ખેલાડીઓની છ ફ્રૅન્ચાઇઝીઓ દ્વારા ભુવનેશ્વરમાં આયોજિત પ્લેયર્સ ડ્રાફ્ટ દરમ્યાન પસંદગી કરવામાં આવી હતી
ખો ખોં રમત ની પ્રતીકાત્મક તસવીર
અલ્ટીમેટ ખો ખો (યુકેકે) સીઝન ટૂ માટે ૧૬થી ૧૮ વર્ષની વચ્ચેની ૩૩ યુવા પ્રતિભાઓ સહિત દેશના શ્રેષ્ઠ ૧૪૫ ખેલાડીઓની છ ફ્રૅન્ચાઇઝીઓ દ્વારા ભુવનેશ્વરમાં આયોજિત પ્લેયર્સ ડ્રાફ્ટ દરમ્યાન પસંદગી કરવામાં આવી હતી, જે માટે ટીમોએ ૩.૯ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. અલ્ટીમેટ ખો ખો સીઈઓ અને લીગ કમિશનર ઝિંગ નિયોગીએ કહ્યું કે ‘અલ્ટીમેટ ખો ખો કુલ ૨૭૨ ફ્રૅન્ચાઇઝીના પ્લેયર પુલમાંથી ૧૪૫ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

