એક પ્રેસ-રિલીઝ અનુસાર ભારતની દાવેદારી ‘રાઇઝિંગ ટુગેધર’ના વિઝન પર આધારિત હશે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઑલિમ્પિક્સ 2036ની યજમાનીની દાવેદારીની રેસ માટે ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયા અને ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશનનાં પ્રમુખ પી.ટી. ઉષાએ મહત્ત્વપૂર્ણ અપડેટ શૅર કરી છે. એક પ્રેસ-રિલીઝ અનુસાર ભારતની દાવેદારી ‘રાઇઝિંગ ટુગેધર’ના વિઝન પર આધારિત હશે.
પી.ટી. ઉષા કહે છે, ‘અમારા માટે ‘રાઇઝિંગ ટુગેધર’ (Rising Together) એ માત્ર એક સૂત્ર નથી. એ ભારતની ઊર્જા, મહત્ત્વાકાંક્ષા અને વિવિધતાને ઑલિમ્પિક્સના સહિયારા સ્વપ્ન પાછળ એકજૂટ કરવાનો દૃઢ સંકલ્પ છે.’
આ મહિનાના અંત સુધીમાં ભારત સહિતના જે દેશો ઑલિમ્પિક્સની યજમાનીમાં રસ દાખવશે તેમને આવતા મહિને ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટીના ‘ફ્યુચર હોસ્ટ કમિશન’ સમક્ષ તેમના ગેમ્સ-પ્રોજેક્ટ્સ રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે.
