એક સમયે વર્ષો સુધી ટેનિસજગત પર રાજ કરનાર ફેડરર અવિસ્મરણીય કારકિર્દી દરમ્યાન કુલ ૧૫૨૬માંથી ૧૨૫૧ એટલે કે ૮૨ ટકા મૅચ જીત્યો હતો. એ.એફ.પી.

રૉજર ફેડરરનું ઇમોશનલ ફેરવેલ
ટેનિસ-જગતના ગ્રેટેસ્ટ ખેલાડીઓમાં ગણાતા સ્વિટ્ઝરલૅન્ડના રૉજર ફેડરરે ગઈ કાલે લંડનમાં લેવર કપમાં રાફેલ નડાલ સાથે રમીને ટેનિસજગતને અલવિદા કરતાં પહેલાં અસંખ્ય ચાહકોને ગુડબાય કર્યું હતું. તે આ સોલો-પરેડ દરમ્યાન ભાવુક થઈ ગયો હતો અને તેના અનેક ચાહકો પણ ભાવનાત્મક લાગણીને રોકી નહોતા શક્યા. એક સમયે વર્ષો સુધી ટેનિસજગત પર રાજ કરનાર ફેડરર અવિસ્મરણીય કારકિર્દી દરમ્યાન કુલ ૧૫૨૬માંથી ૧૨૫૧ એટલે કે ૮૨ ટકા મૅચ જીત્યો હતો. એ.એફ.પી.

