તે છેલ્લાં બે વર્ષથી કોઈ મોટું ટાઇટલ જીતી શકી નથી
પી.વી. સિંધુ
ગઈ કાલે મલેશિયા માસ્ટર્સની ફાઇનલમાં વિશ્વની સાતમા નંબરની ચીનની વાંગ ઝી યી સામે ભારતની સ્ટાર બૅડ્મિન્ટન ખેલાડી પી.વી. સિંધુની હાર થઈ હતી. તે છેલ્લાં બે વર્ષથી કોઈ મોટું ટાઇટલ જીતી શકી નથી. વર્લ્ડ રૅન્કિંગમાં પંદરમા ક્રમે રહેલી સિંધુએ અગાઉ ૨૦૨૨ સિંગાપોર ઓપન ટાઇટલ જીતવામાં સફળતા મેળવી હતી અને ગયા વર્ષે મેડ્રિડ સ્પેન માસ્ટર્સમાં રનર-અપ રહી હતી. ૭૯ મિનિટ રમાયેલી ફાઇનલ મૅચમાં ૨૧-૧૬, ૫-૨૧, ૧૬-૨૧ના સ્કોર સાથે તેણે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ફાઇનલ સુધીની સફરમાં આ પ્રભાવશાળી પ્રદર્શનથી સિલ્વર મેડલ જીતીને પૅરિસ ઑલિમ્પિક્સ પહેલાં તેના આત્મવિશ્વાસમાં ઘણો વધારો થશે.

