બુધવારે પી. વી. સિંધુ ગ્રુપની બીજી મૅચ રમશે
ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ, તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી અને રામ ચરણ ઑલિમ્પિક વિલેજની ટૂર કરતી વખતે ગૉસિપ કરતા જોવા મળ્યા હતા
બે વખતની ઑલિમ્પિક્સ મેડલ વિજેતા ભારતીય બૅડ્મિન્ટન સ્ટાર પી. વી. સિંધુએ પૅરિસ ઑલિમ્પિક્સની મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં ગઈ કાલે ગ્રુપ-મૅચમાં મૉલદીવ્ઝની ફાતિમથ અબ્દુલ રઝાક સામે આસાન જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરી હતી. બુધવારે તે ગ્રુપની બીજી મૅચ રમશે.
ADVERTISEMENT
તેની પહેલી મૅચ જોવા ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ અને તેલુગુ સુપરસ્ટાર રામ ચરણ તેમની ફૅમિલી સાથે પહોંચ્યા હતા. વિજયી શરૂઆત બાદ પી. વી. સિંધુ રામ ચરણના ડૉગીને રમાડતી જોવા મળી હતી. તેણે રામ ચરણને ઑલિમ્પિક વિલેજની ટૂર પણ કરાવી હતી. તેમની સુંદર નાનકડી વાતચીતનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ
રહ્યો છે.

