અમન સેહરાવતને છત્રપાલ સ્ટેડિયમના અધિકારીઓ અને કોચ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યો હતો
બ્રૉન્ઝ મેડલિસ્ટ અમન સેહરાવત, બ્રૉન્ઝ મેડલિસ્ટ ભારતીય હૉકી ટીમbe
ગઈ કાલે રાજધાની દિલ્હીમાં પૅરિસ ઑલિમ્પિક્સના બ્રૉન્ઝ મેડલિસ્ટ અમન સેહરાવત અને ભારતીય હૉકી ટીમના અન્ય સ્ટાર ખેલાડીઓનું ઢોલ-નગારાં અને પુષ્પહાર સાથે જોરદાર સ્વાગત થયું હતું. અમન સેહરાવતને છત્રપાલ સ્ટેડિયમના અધિકારીઓ અને કોચ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.
ગોલકીપર પી.આર. શ્રીજેશ સાથે સ્વદેશ પરત ફરેલા અન્ય હૉકી ખેલાડીઓએ રમતગમત પ્રધાન મનસુખ માંડવિયા સાથે પણ મુલાકાત કરી હતી. બે તબક્કામાં ભારતીય હૉકી સ્ટાર્સને મળી ચૂકેલા આપણા રમતગમત પ્રધાન હવે ૧૦ સપ્ટેમ્બરે આગામી ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવા માટે ભવિષ્યની યોજના બનાવવા આખી હૉકી ટીમ સાથે બેઠક કરશે.


