તેણે ક્વૉર્ટર ફાઇનલમાં કૅનેડાના ફેલિક્સ ઑગર-ઍલિયાસિમેને હરાવી હતી

નોવાક જૉકોવિચ
સર્બિયાના નોવાક જૉકોવિચે શુક્રવારે રોમમાં ઇટાલિયન ઓપનની સેમી ફાઇનલમાં પહોંચીને વર્લ્ડ નંબર વન રૅન્ક સાચવી રાખી હતી. તેણે ક્વૉર્ટર ફાઇનલમાં કૅનેડાના ફેલિક્સ ઑગર-ઍલિયાસિમેને ૭-૫, ૭-૧થી હરાવીને પોતાની અવ્વલ રૅન્ક સલામત કરી દીધી હતી. જૉકોવિચની એ કરીઅરની ૯૯૯મી સિંગલ્સની જીત હતી અને હવે સેમી ફાઇનલમાં નૉર્વેના કૅસ્પર રુડ સામે જીતશે તો જૉકોવિચનો એ ૧૦૦૦મો વિજય હશે.
૨૦૨૧માં ઑસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન એમ ત્રણ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર ૩૪ વર્ષના જૉકોવિચે રશિયાના ડેનિલ મેડવેડેવ પાસે નંબર વન રૅન્ક પાછો જતો અટકાવ્યો છે.
999
જૉકોવિચ સિંગલ્સની આટલી મૅચ ૧૯ વર્ષની કરીઅરમાં જીત્યો છે અને ૨૦૩ હાર્યો છે. એ રીતે તેનો ૮૩.૧ ટકાનો વિનિંગ રેશિયો છે.