અને વધુ સમાચાર

ઇરેને ગેરેરોન
મૅન્ચેસ્ટર યુનાઇટેડે વર્લ્ડ ચૅમ્પિયન સ્પૅનિશ પ્લેયરને સાઇન કરી
મૅન્ચેસ્ટર યુનાઇટેડ ફુટબૉલ ક્લબે સ્પેનની વર્લ્ડ ચૅમ્પિયન મહિલા ફુટબૉલર ઇરેને ગેરેરોને સાઇન કરી છે. ગેરેરો મિડફીલ્ડર છે અને તેને ડોમેસ્ટિક ફુટબૉલ મૅચોમાં તેમ જ હવે વર્લ્ડ કપનો જે અનુભવ છે એને ધ્યાનમાં રાખીને એમયુએ પોતાની ટીમમાં સમાવી છે. તે સ્પેનની ઍટ્લેટિકો મૅડ્રિડ ટીમમાંથી ઇંગ્લૅન્ડની એમયુમાં આવી રહી છે. તેને સાઇન કરીને એમયુની ક્લબ વિમેન્સ સુપર લીગમાં વધુ સફળતા મેળવવા માગે છે.
પોતાપોવાએ મમ્મીની ફેવરિટ જૅબ્યરને હરાવી દીધી
વિશ્વમાં ૨૭મો રૅન્ક ધરાવતી રશિયાની આનસ્તેસિયા પોતાપોવાએ બુધવારે સૅન ડિએગોની ટુર્નામેન્ટમાં ટૉપ-સીડેડ ટ્યુનિશિયાની ઑન્સ જૅબ્યરને ૬-૪, ૭-૪થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પોતાપોવા અને જૅબ્યર વચ્ચે બહુ સારી મિત્રતા છે. પોતાપોવાની મમ્મી જૅબ્યરની ફૅન છે. જ્યારે પણ કોઈ ટુર્નામેન્ટ ન રમાતી હોય ત્યારે પોતાપોવાની મમ્મી તેને કહેતી હોય છે કે ‘જૅબ્યરને ઘરે બોલાવ, મારે તેની સાથે ખૂબ ગપ્પાં મારવાં છે.’
પૃથ્વીની ઘૂંટણની ઈજા ગંભીર, ડોમેસ્ટિકમાં મોડો રમવા આવશે
ભારત વતી ઓપનિંગમાં રમી ચૂકેલા ૨૩ વર્ષના બૅટર પૃથ્વી શૉને ઘૂંટણમાં જે ઈજા થઈ છે એ ધાર્યા કરતાં વધુ ગંભીર છે જેને લીધે તે લગભગ ત્રણ મહિના નહીં રમી શકે. તે ૨૦૨૩-’૨૪ની ડોમેસ્ટિક સીઝનમાં મોડો રમવા આવશે. તે કાઉન્ટીમાં રમવા ગયો હતો અને ત્યાં તેણે ૨૪૪ રનની વિક્રમજનક ડબલ સેન્ચુરી સહિત કુલ ૪૨૯ રન બનાવ્યા હતા, પરંતુ કાઉન્ટી ચૅમ્પિયનશિપ દરમ્યાન તેને ઘૂંટણમાં દુખાવો થતાં તેણે લંડનના ડૉક્ટર પાસે નિદાન કરાવ્યું હતું અને પછી રમવાનું અટકાવ્યા બાદ ભારત પાછો આવીને બૅન્ગલોરી નૅશનલ ઍકૅડેમીમાં પહોંચ્યો છે જ્યાં તે રિહૅબિલિટેશન હેઠળ છે.