ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ હરિયાણાના સોમ્યજીત ઘોષને ૪-૦થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો

હરમીત દેસાઈ
સુરતમાં રમાયેલી નૅશનલ ગેમ્સની ફાઇનલમાં ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ હરિયાણાના સોમ્યજીત ઘોષને ૪-૦થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો તો મહિલાઓમાં પશ્ચિમ બંગાળની સુતીર્થ મુખરજીએ નૅશનલ ચૅમ્પિયન શ્રીજી અકુલને ૪-૧થી હરાવી હતી. સુતિર્થે સેમી ફાઇનલમાં મનીકા બત્રાને હરાવી હતી. ગુજરાતની મેન્સ ટીમે ગોલ્ડ પણ જીત્યો હતો. ટેબલ ટેનિસમાં પશ્ચિમ બંગાળ ઓવરઑલ ચૅમ્પિયન બન્યું હતું. તેણે ચાર ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. તો ગુજરાત ત્રણ ગોલ્ડ અને ત્રણ સિલ્વર સાથે બીજા ક્રમાંકે રહ્યું હતું.

