સામાન્ય રીતે નૉકઆઉટ રાઉન્ડમાં કે એ રાઉન્ડમાં પહોંચવા માટેના મુકાબલામાં ૯૦ મિનિટના ફુલ ટાઇમમાં મૅચનું રિઝલ્ટ આવી જતું હોય છે, પરંતુ જો ન આવે તો એક્સ્ટ્રા-ટાઇમમાં મૅચ જાય છે.
મંગળવારે હેડરથી નિર્ણાયક અને વિનિંગ ગોલ કરનાર માનુ કોન (ડાબે) અને રોમાંચક વિજય સેલિબ્રેટ કરી રહેલા બોરુસિયા મન્ચીનગ્લચબાક ક્લબ ટીમના ખેલાડીઓ.
જર્મનીના મન્ચીનગ્લચબાક શહેરમાં મંગળવારે રમાયેલી જર્મન કપની ફુટબૉલ મૅચમાં માનુ કોનના ૧૨૦મી મિનિટના હેડરના ગોલથી બોરુસિયા મન્ચીનગ્લચબાક ક્લબની ટીમે વુલ્ફ્સબર્ગને ૧-૦થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.સામાન્ય રીતે નૉકઆઉટ રાઉન્ડમાં કે એ રાઉન્ડમાં પહોંચવા માટેના મુકાબલામાં ૯૦ મિનિટના ફુલ ટાઇમમાં મૅચનું રિઝલ્ટ આવી જતું હોય છે, પરંતુ જો ન આવે તો એક્સ્ટ્રા-ટાઇમમાં મૅચ જાય છે. જો એમાં પણ પરિણામ ન આવે તો પેનલ્ટી શૂટઆઉટથી પરિણામ લાવી દેવામાં આવે છે. મંગળવારની મૅચમાં ૯૦ મિનિટમાં અને પછી એક્સ્ટ્રા-ટાઇમમાં ૧૨૦મી મિનિટ ચાલી રહી હતી એ દરમ્યાન કોને હેડરથી ગોલ કરીને મૅચને શૂટઆઉટમાં જતી રોકી હતી અને મન્ચીનગ્લચબાકની ટીમને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચાડી દીધી હતી.


