Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > લક્ષ્ય સેનની ફરી વહેલી વિદાય

લક્ષ્ય સેનની ફરી વહેલી વિદાય

Published : 03 September, 2026 12:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતનો સ્ટાર બૅડ્‍મિન્ટન ખેલાડી લક્ષ્ય સેન નબળા ફૉર્મમાંથી બહાર આવી શક્યો નથી. ચાઇના માસ્ટર્સમાં તે કૅનેડાના વિક્ટર લાય સામે સીધા સેટમાં હારીને પહેલા જ રાઉન્ડમાં બહાર થયો હતો. વિક્ટર સામે તેની આ સતત ત્રીજી હાર છે.

લક્ષ્ય સેન

લક્ષ્ય સેન


૨૦૨૧માં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતના સ્ટાર બૅડ્‍મિન્ટન ખેલાડી લક્ષ્ય સેનનું આ વર્ષમાં નબળું ફૉર્મ જળવાઈ રહ્યું છે અને ફરી એક વાર તે ટુર્નામેન્ટમાંથી જલદી આઉટ થઈ ગયો છે. ગઈ કાલે ચાઇના માસ્ટર્સ ટુર્નામેન્ટમાં તે પહેલા જ રાઉન્ડમાં કૅનેડાના ખેલાડી વિક્ટર લાય સામે ૧૪-૨૧, ૭-૨૧ એમ સીધા સેટમાં હારીને બહાર થઈ ગયો હતો. વિક્ટર સામે એ સતત ત્રીજી મૅચમાં હારી ગયો હતો. 
લક્ષ્ય સેન આ પહેલાં જપાન ઓપનમાં પણ પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગયો હતો અને થોડા દિવસ પહેલાં ઘરઆંગણે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં અને એ પહેલાં ઇન્ડોનેશિયા ઓપનમાં પણ રાઉન્ડ ઑફ ૩૨માં હારીને બહાર થઈ ગયો હતો. 
જોકે ભારતનો અન્ય ખેલાડી કિદામ્બી શ્રીકાંત પ્રથમ રાઉન્ડમાં વિજય મેળવીને બીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK