એચ. એસ. પ્રણોય પહેલી મૅચ જીત્યો હતો, પરંતુ સાત્વિકસાઈરાજ રેન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી હારી ગઈ હતી
કિદામ્બી શ્રીકાંત
કિદામ્બી શ્રીકાંત નિર્ણાયક મૅચમાં શાનદાર રમતને કારણે ભારત એશિયન ગેમ્સની બૅડ્મિન્ટન સ્પર્ધાની ટીમ ઇવેન્ટમાં પહેલા ગોલ્ડથી હવે માત્ર એક ડગલું દૂર છે. ગઈ કાલે પુરુષોની ટીમ ચૅમ્પિયનશિપમાં તેણે સાઉથ કોરિયાને ૩-૨થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. એચ. એસ. પ્રણોય પહેલી મૅચ જીત્યો હતો, પરંતુ સાત્વિકસાઈરાજ રેન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી હારી ગઈ હતી. લક્ષ્ય સેને જીત મેળવીને બાજી ભારત તરફ લાવી દીધી હતી, પરંતુ અર્જુન અને ધ્રુવ કપિલાની જોડી હારી ગઈ હતી. કિદામ્બી શ્રીકાંત મહત્ત્વની મૅચમાં સાઉથ કોરિયાના ચો જિયોનીઓપને ૧૨-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૪થી હરાવીને ભારતને ફાઇનલમાં લઈ ગયો હતો, જ્યાં એની ટક્કર ચીન સાથે થશે.


