જપાને જર્મનીને ૨-૧થી હરાવ્યું હતું, પણ કોસ્ટા રિકા સામે હારી ગયું હતું. જપાન હવે ક્રોએશિયા સામે સોમવારે ટકરાશે.
સ્પેન સામેના વિજયની ઉજવણી કરતા જપાનના ખેલાડીઓ.
જપાને યુરોપની મજબૂત ટીમ સ્પેનને ૨-૧થી હરાવીને ફિફા વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું હતું. છેલ્લી લીગ મૅચ હારી ગયું હોવા છતાં ગોલના આધારે સ્પેન નૉકઆઉટ માટે ક્વૉલિફાય થયું હતું. જપાન આ ટુર્નામેન્ટમાં છેલ્લી આઠ ટીમમાં પ્રવેશવાના હેતુથી આવ્યું છે. જપાને જર્મનીને ૨-૧થી હરાવ્યું હતું, પણ કોસ્ટા રિકા સામે હારી ગયું હતું. જપાન હવે ક્રોએશિયા સામે સોમવારે ટકરાશે.