પાંચ મૅચમાં ભારતીય ટીમે ક્રમશઃ ૧-૫, ૨-૪, ૧-૨, ૧-૩ અને ૩-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પૅરિસ ઑલિમ્પિક્સની તૈયારીના ભાગરૂપે ઑસ્ટ્રેલિયા સામે પાંચ મૅચની સિરીઝ રમવા ઊતરેલી ભારતીય પુરુષ હૉકી ટીમને અંતિમ મૅચમાં ૩-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ઑસ્ટ્રેલિયાએ ૫-૦ની લીડથી સિરીઝ પોતાને નામે કરી છે.
પાંચ મૅચમાં ભારતીય ટીમે ક્રમશઃ ૧-૫, ૨-૪, ૧-૨, ૧-૩ અને ૩-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૬ જુલાઈથી શરૂ થતી પૅરિસ ઑલિમ્પિક્સ પહેલાં ભારતીય હૉકી ટીમનું આ પ્રદર્શન જોઈને સવાલ ઊઠી રહ્યા છે કે શું આ વખતે ભારત ગોલ્ડ જીતી શકશે? પાંચ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ૧૭ અને ભારતે માત્ર ૭ ગોલ કર્યા હતા.

