પૅરિસ આૅલિમ્પિક્સમાં આ રીતે જીતીશું ગોલ્ડ?
ભારતીય મેન્સ હોકી ટીમ
અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશની શાનદાર રમત હોવા છતાં ભારતીય હૉકી ટીમે ગઈ કાલે પર્થમાં ત્રીજી મેન્સ હૉકી મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે ૧-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે ઑસ્ટ્રેલિયાએ પાંચ મૅચની સિરીઝમાં ૩-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બે મૅચમાં ૧-૫ અને ૨-૪થી હારી ગયેલી ભારતીય ટીમે આ મૅચમાં ડિફેન્સ અને ફ્રન્ટલાઇન પર વધુ સારું પ્રદર્શન કર્યું હતું. પૅરિસ ઑલિમ્પિક્સ પહેલાં ભારતીય હૉકી ટીમની સતત હાર પર સવાલો થઈ રહ્યા છે. આગામી બન્ને મૅચ ૧૨ અને ૧૩ એપ્રિલે રમાશે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)