બૉક્સર નિખતે મેડલ પાકો કર્યો : વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર નિખત ઝરીને ગઈ કાલે ૫૦ કિલો વર્ગમાં સેમી ફાઇનલમાં પહોંચીને મેડલ પાકો કરવા ઉપરાંત ૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સમાં સ્થાન પાકું કરી લીધું છે.
કિરણ બાલિયા
ઍથ્લેટિક્સમાં ભારતને મળ્યો પહેલો ચંદ્રક : કિરણ બાલિયાને ગઈ કાલે ભારતને આ વખતની એશિયન ગેમ્સમાં ઍથ્લેટિક્સનો પ્રથમ મેડલ અપાવ્યો હતો. મહિલાઓ માટેની ગોળાફેંકમાં તેણે ગોળો ૧૭.૩૬ મીટર દૂર ફેંકીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. ૧૯૫૧માં (૭૨ વર્ષ પહેલાં) બૉમ્બેની એંગ્લો-ઇન્ડિયન બાર્બરા વેબ્સ્ટર દિલ્હીની સૌપ્રથમ એશિયન ગેમ્સમાં બ્રૉન્ઝ જીતી ત્યાર બાદ છેક હવે કિરણ વિમેન્સ શૉટપુટમાં ચંદ્રક જીતનારી બીજી ભારતીય બની છે.
બૉક્સર નિખતે મેડલ પાકો કર્યો : વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર નિખત ઝરીને ગઈ કાલે ૫૦ કિલો વર્ગમાં સેમી ફાઇનલમાં પહોંચીને મેડલ પાકો કરવા ઉપરાંત ૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સમાં સ્થાન પાકું કરી લીધું છે. ગઈ કાલે તેણે જૉર્ડનની નાસર હેનાનને હરાવી હતી. નિખતના અનેક મુક્કા ખાઈને સતતપણે પરાજય તરફ જઈ રહેલી હેનાન સામેની આ મુક્કાબાજીને રેફરીએ અટકાવીને નિખતને વિજેતા જાહેર કરી હતી.
ADVERTISEMENT
હૃદય છેડા બીજી હરીફાઈમાં ડિસ્ક્વૉલિફાઇડ : ઘોડેસવારીની ડ્રસાઝ ટીમ ઇવેન્ટમાં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવનાર મુંબઈના હૃદય છેડાને વ્યક્તિગત હરીફાઈમાં મેડલ જીતવાની તક નહોતી મળી. તેના ઘોડા ‘એમરાલ્ડ’ના ડાબા પગ પર લોહીના કેટલાક ડાઘ હોવાથી અધિકારીઓએ ઍનિમલ પ્રોટેક્શન રૂલ્સના ભંગ બદલ તેને આ હરીફાઈમાંથી ડિસ્ક્વૉલિફાય કર્યો હતો.
મહિલા સ્ક્વૉશમાં ભારતને
બ્રૉન્ઝ : મેન્સ સ્ક્વૉશમાં ગઈ કાલે ભારતીય ટીમે મલેશિયાને ૨-૦થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં ભારતનો પાકિસ્તાન સાથે મુકાબલો થશે. એ પહેલાં, મહિલાઓમાં ભારતની ટીમ (જોશ્ના ચિનપ્પા, તન્વી ખન્ના, અનાહત સિંહ, દીપિકા પલ્લીકલ) સેમી ફાઇનલમાં હૉન્ગકૉન્ગ સામે હારી હોવાને પગલે માત્ર બ્રૉન્ઝ જીતી હતી.


