વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સની મૅચમાં અમદાવાદ ડિફેન્ડર્સ નામની ટીમે ગયા વખતની ચૅમ્પિયન ઇટાલિયન ટીમ સર સેફ્ટી પેરુગિયાને જોરદાર લડત આપ્યા પછી પરાજય જોયો હતો.
ગઈ કાલે બૅન્ગલોરમાં વૉલીબૉલની વિશ્વસ્પર્ધામાં અમદાવાદ ડિફેન્ડર્સ ટીમની રોમાંચક રમત માણી રહેલો ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ.
બૅન્ગલોરમાં ગઈ કાલે મેન્સ વૉલીબૉલ ક્લબ વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સની મૅચમાં અમદાવાદ ડિફેન્ડર્સ નામની ટીમે ગયા વખતની ચૅમ્પિયન ઇટાલિયન ટીમ સર સેફ્ટી પેરુગિયાને જોરદાર લડત આપ્યા પછી પરાજય જોયો હતો. ઇટાલિયન ટીમ પ્રથમ સેટ ૨૫-૧૧થી જીતી હતી, પરંતુ બીજા સેટમાં એણે અમદાવાદની ટીમની લડતનો સામનો કરવો પડ્યો હતો અને એ સેટમાં અમદાવાદની ટીમ ૧૯-૨૫થી હારી હતી. ત્રીજા સેટમાં ઇટાલિયન ટીમનો ૨૫-૧૧થી વિજય થયો હતો. આ વિશ્વસ્પર્ધામાં ભારતીય ટીમ પહેલી વાર ભાગ લઈ રહી છે.


