° °

આજનું ઇ-પેપર
Saturday, 28 January, 2023


આજે બ્રાઝિલ ફેવરિટ, ક્રોએશિયા ડાર્ક હૉર્સ

09 December, 2022 02:07 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્લ્ડ કપની પહેલી ક્વૉર્ટર ફાઇનલમાં નેમાર અને તેના સ્ટાર ખેલાડીઓનો મૉડ્રિચ ઍન્ડ કંપની સાથે મુકાબલો

બ્રાઝિલનો સુપરસ્ટાર નેમાર FIFA World Cup

બ્રાઝિલનો સુપરસ્ટાર નેમાર

સૌથી વધુ પાંચ વાર ફિફા વર્લ્ડ કપની ટ્રોફી જીતી ચૂકેલા બ્રાઝિલનો આજે એવી ટીમ સામે પહેલી ક્વૉર્ટર ફાઇનલમાં ટક્કર છે જે ૨૦૧૮ના ગયા વિશ્વકપમાં રનર-અપ હતી અને નેમાર જુનિયર સહિતના બ્રાઝિલિયનોને આંચકો આપી શકે એવી તાકાત ધરાવે છે. બ્રાઝિલ પાસે નેમાર ઉપરાંત રિચર્લિસન, વિનિસિયસ જુનિયર અને લુકાસ પાકેટા છે, તો લુકા મૉડ્રિચના સુકાનમાં રમનારા ક્રોએશિયા પાસે માર્સેલો બ્રોઝોવિચ, ઇવાન પેરિસિચ અને ડેયાન લૉવરેનનો પડકાર છે.

બ્રાઝિલ આજે જીતવા માટે ફેવરિટ છે, પરંતુ ક્રોએશિયા અપસેટ સર્જી શકે એમ છે. જપાન સામે ક્રોએશિયાની ટીમની પ્રી-ક્વૉર્ટર ફાઇનલની મૅચ ૧-૧થી ડ્રૉ રહી એ પછી પેનલ્ટી  શૂટઆઉટમાં ક્રોએશિયાને એના ગોલકીપર ડોમિનિક લિવાકોવિચે રોમાંચક વિજય અપાવ્યો હતો. તેણે જૅપનીઝ ખેલાડીઓની ત્રણ સ્પૉટ-કિકમાં ગોલ થતો રોક્યો હતો.

4
બન્ને દેશ વચ્ચે કુલ આટલી મૅચ રમાઈ છે જેમાંથી ત્રણ બ્રાઝિલ જીત્યું છે અને એક મૅચ ડ્રૉમાં પરિણમી છે. ક્રોએશિયા એની સામે એકેય વાર નથી જીત્યું.

77
નેમારને પોતાના દેશના સૉકર-લેજન્ડ પેલેના આટલા ગોલના વિક્રમની બરાબરી માટે એક ગોલની જરૂર છે.

કોણ કેવી રીતે ક્વૉર્ટરમાં પહોંચ્યું?

બ્રાઝિલ

સર્બિયા સામે ૨-૦થી જીત
સ્વિટ્ઝરલૅન્ડ સામે ૧-૦થી જીત
કૅમરૂન સામે ૦-૧થી હાર
સાઉથ કોરિયા સામે ૪-૧થી જીત

ક્રોએશિયા

મૉરોક્કો સામે ૦-૦થી ડ્રૉ
કૅનેડા સામે ૪-૧થી જીત
બેલ્જિયમ સામે ૦-૦થી ડ્રૉ
જપાન સામે પેનલ્ટીમાં ૩-૧થી જીત

09 December, 2022 02:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

મેન્સ હૉકીમાં ભારતે આજે જપાન સામે જીતીને આબરૂ બચાવવી પડશે

જો ભારત હારી જશે તો પછીથી ૧૩મા-૧૬મા સ્થાન માટે મૅચ રમાશે

26 January, 2023 04:31 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

News In Short: પેનલ્ટીને ગોલમાં ફેરવવાની કચાશને લીધે હાર્યા : હૉકી કોચ

એક સમયે ભારત ૩-૧થી આગળ હતું, પરંતુ ન્યુ ઝીલૅન્ડે ઉપરાઉપરી બે ગોલ કરી લેતાં મૅચ છેવટે ડ્રૉ થઈ હતી.

24 January, 2023 12:24 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

હૉકીમાં સ્પેને મલેશિયાને હરાવ્યું

મંગળવારે ફાઇનલ આઠના તબક્કામાં હવે સ્પેનની ટક્કર ઑસ્ટ્રેલિયા સામે થશે

23 January, 2023 12:36 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK