ફુટબૉલજગતનું સંચાલન કરતી સંસ્થા ફિફાએ સાઉથ અમેરિકાના બે ટોચના ફુટબૉલ દેશો બ્રાઝિલ અને આર્જેન્ટિનાને કહ્યું છે કે તમે ભલે આ વર્ષના કતાર વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ ગયા, પરંતુ તમારે બાકી રહેલી તમારી ક્વૉલિફાયર મૅચ રમવી જ પડશે.

પૅરિસમાં રવિવારે ફ્રેન્ચ-૧ લીગની એક મૅચમાં બૉલ માટે રસાકસી પર ઊતરેલા પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી)નો ફ્રેન્ચ ખેલાડી પ્રેસ્નેલ કિમ્પેમ્બે (મધ્યમાં ડાબે) અને ટ્રોયેસ ક્લબની ટીમનો ફ્રેન્ચ પ્લેયર રેનોડ રિપાર્ટ (મધ્યમાં જમણે). આ મૅચ ૨-૨થી ડ્રૉ ગઈ હતી. આ ઝપાઝપીમાં ટ્રોયેસનો બીજો ખેલાડી પણ સામેલ હતો. પીએસજી વતી એક ગોલ નેમારે કર્યો હતો. એ.એફ.પી.
ફુટબૉલજગતનું સંચાલન કરતી સંસ્થા ફિફાએ સાઉથ અમેરિકાના બે ટોચના ફુટબૉલ દેશો બ્રાઝિલ અને આર્જેન્ટિનાને કહ્યું છે કે તમે ભલે આ વર્ષના કતાર વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ ગયા, પરંતુ તમારે બાકી રહેલી તમારી ક્વૉલિફાયર મૅચ રમવી જ પડશે. ગયા વર્ષે સાઓ પાઉલોમાં કોવિડ-વિરોધી પ્રોટોકૉલના ભંગને પગલે રદ કરાયેલી આ મૅચ ત્યારે મુલતવી રખાઈ હતી અને એ ફરી ન રમવા માગતા આ બન્ને દેશો ફિફા સામેની અપીલ હારી ગયા હોવાથી એમણે મોટા ભાગે સપ્ટેમ્બરમાં રમવી પડશે. ગયા સપ્ટેમ્બરમાં બ્રાઝિલ-આર્જેન્ટિનાની મૅચ હજી તો માંડ શરૂ થઈ ત્યાં બ્રાઝિલના આરોગ્ય અધિકારીઓ મેદાન પર દોડી આવ્યા હતા અને આર્જેન્ટિનાના કેટલાક ખેલાડીઓએ ક્વૉરન્ટીનનો નિયમ તોડ્યો હોવાનું કહીને મૅચ અટકાવી હતી. આરબ દેશ કતારમાં આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં વર્લ્ડ કપ રમાવાનો છે.