તેના ૮૧૬૦ પૉઇન્ટ સામે જર્મનીના ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવના ૭૦૩૦ પૉઇન્ટ છે અને તે બીજા નંબરે પર છે.

ડેનિલ મેડવેડેવ
સોમવારે લંડનમાં શરૂ થનારી ટેનિસની સૌથી પ્રતિષ્ઠિત ગ્રૅન્ડ સ્લૅમ વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાં ન રમી શકનાર રશિયાનો વર્લ્ડ નંબર-વન ખેલાડી ડેનિલ મેડવેડેવ રવિવારે ગ્રાસ કોર્ટ પર સતત બીજી ટુર્નામેન્ટની ફાઇનલ હારી ગયો હોવા છતાં ગઈ કાલે જાહેર કરાયેલા નવા રૅન્કિંગ્સ મુજબ મેડવેડેવ પુરુષોમાં હજીયે નંબર-વન ખેલાડી જ છે. તેના ૮૧૬૦ પૉઇન્ટ સામે જર્મનીના ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવના ૭૦૩૦ પૉઇન્ટ છે અને તે બીજા નંબરે પર છે. નોવાક જૉકોવિચ (૬૭૭૦) ત્રીજે, સ્પેનનો રાફેલ નડાલ (૬૫૨૫) ચોથે અને નૉર્વેનો કૅસ્પર રુડ (૫૦૫૦) પાંચમા નંબરે છે.
મેડવેડેવ રવિવારે જર્મનીની હૉલ ઓપનમાં વિશ્વના ૧૦મી રૅન્કના પોલૅન્ડના ખેલાડી હુબેર્ટ હુર્કાટ્સ સામે માત્ર ૬૪ મિનિટમાં ૧-૬, ૪-૬થી હારી ગયો હતો. મેડવેડેવ ગયા અઠવાડિયે એક સ્પર્ધામાં ૨૦૫મા ક્રમાંકના ટિમ વૅન રિયથોવેન સામે હારી ગયો હતો. મેડવેડેવને રવિવારે હરાવનાર હુર્કાટ્સ ગયા વર્ષે વિમ્બલ્ડનમાં સેમી ફાઇનલ સુધી પહોંચ્યો હતો.