પંજાબના સીએમ ભગવંત માને ગઈ કાલે હરજિન્દર કૌર માટે 40 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું

પચીસ વર્ષની પંજાબની વેઇટલિફ્ટર હરજિન્દર કૌરે કુલ ૨૧૨ કિલો વજન ઊંચક્યું હતું
બર્મિંગહૅમની કૉમનવેલ્થ ગેમ્સમાં ગઈ કાલે ભારતે હરજિન્દર કૌરના વિજેતાપદ સાથે વેઇટલિફ્ટિંગમાં સાતમો ચંદ્રક જીતી લીધો હતો. ૭૧ કિલોગ્રામની કૅટેગરીમાં પંજાબની પચીસ વર્ષની હરજિન્દરે સ્નૅચમાં ૯૩ કિલો અને ક્લીન ઍન્ડ જર્કમાં ૧૧૯ કિલો વજન ઊંચક્યું હતું. કુલ ૨૧૨ કિલો તેનો બેસ્ટ પર્ફોર્મન્સ નહોતો, પરંતુ તે જરાક માટે ત્રીજાને બદલે ચોથા નંબર પર આવતાં રહી ગઈ હતી.
નાઇજીરિયાની જૉય ઑગબૉને ક્લીન ઍન્ડ જર્કમાં ત્રણ પ્રયાસમાં જો ૧૨૫ કિલો વજન ઊંચક્યું હોત એના કુલ વજનનો સરવાળો ૨૨૫ કિલો થયો હોત અને એવું થાત તો હરજિન્દર ચોથા નંબરે ગઈ હોત, પરંતુ જૉય એમાં નિષ્ફળ જતાં હરજિન્દરને ત્રીજા સ્થાને આવવા મળ્યું. ઇંગ્લૅન્ડની ભૂતપૂર્વ બ્યુટી ક્વીન સારા ડેવિસ સ્નૅચમાં ૧૦૩ કિલો અને ક્લીન ઍન્ડ જર્કમાં ૧૨૬ કિલો સહિત કુલ ૨૨૯ કિલો વજન ઊંચકીને ગોલ્ડ મેડલ જીતી હતી. બીજા નંબરે આવીને સિલ્વર મેડલ જીતનાર કૅનેડાની ઍલેક્સિસ ઍશવર્થે કુલ ૨૧૪ કિલો વજન ઊંચક્યું હતું. આ વર્ગમાં ચૅમ્પિયન બનેલી સારા ડેવિસ ઇંગ્લૅન્ડમાં ‘મિસ લીડ્સ’ બ્યુટી ક્વીન ટાઇટલ જીતી ચૂકી છે. તે થોડા સમય પહેલાં ‘મિસ ઇન્ટરકૉન્ટિનેન્ટલ ઇંગ્લૅન્ડ’ ટાઇટલ પણ જીતી હતી.
40
પંજાબના સીએમ ભગવંત માને ગઈ કાલે હરજિન્દર કૌર માટે આટલા લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.