મૅચમાં ૪૭ ટકા બૉલ-પઝેશન ભારતીય ખેલાડીઓનું હોવા છતાં ભારતે નામોશી જોવી પડી હતી

ભારત vs ઑસ્ટ્રેલિયા ફાઇનલ
કૉમનવેલ્થ ગેમ્સમાં ગઈ કાલે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામેની ભારતની મેન્સ હૉકી ટીમની ફાઇનલ વન-સાઇડેડ બની હતી જેમાં ભારતનો ૦-૭થી પરાજય થયો હતો. બ્લૅક ગોવર્સ, નૅથન એફ્રેઅમ્સ, જેકબ ઍન્ડરસન, ટૉમ વિકહૅમ અને ફીન ઑગિલ્વે ગોલ કર્યા હતા. મૅચમાં ૪૭ ટકા બૉલ-પઝેશન ભારતીય ખેલાડીઓનું હોવા છતાં ભારતે નામોશી જોવી પડી હતી. ભારત ફાઇનલ હારી ગયું, પરંતુ પ્રતિષ્ઠિત સિલ્વર મેડલ સાથે મનપ્રીત સિંહના સુકાનમાં ટીમ પાછી આવી રહી છે.
ભારત ત્રીજી વાર કૉમનવેલ્થ હૉકીની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હાર્યું છે. ૧૯૯૮માં હૉકીને આ રમતોત્સવમાં પ્રવેશ મળ્યો ત્યારથી અત્યાર સુધીમાં હંમેશાં ઑસ્ટ્રેલિયા જ ચૅમ્પિયન થયું છે.