જોકે ૧૮ ડિસેમ્બર સુધીની તમામ ૬૪ મૅચ દરમ્યાન આ સ્ટેડિયમોમાં આલ્કોહૉલ-રહિત બિયરનું વેચાણ ચાલુ રખાશે

કપના અવસરે બની સ્પેશ્યલ કેક
કતારમાં કડક નિયંત્રણો વચ્ચે આવતી કાલે ફિફા વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે અને એનો આરંભ થાય એ પહેલાં જ ગઈ કાલે દેશનાં તમામ આઠ વર્લ્ડ કપ ફુટબૉલ સ્ટેડિયમોમાં આલ્કોહૉલ સાથેના બિયરના વેચાણ પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો હતો. જોકે ૧૮ ડિસેમ્બર સુધીની તમામ ૬૪ મૅચ દરમ્યાન આ સ્ટેડિયમોમાં આલ્કોહૉલ-રહિત બિયરનું વેચાણ ચાલુ રખાશે. સ્ટેડિયમના લક્ઝરી હૉસ્પિટલિટી એરિયામાં શૅમ્પેન, વાઇન, વ્હિસ્કી તથા અન્ય આલ્કોહૉલનું વેચાણ ચાલુ રખાશે એવી ધારણા છે.
કપના અવસરે બની સ્પેશ્યલ કેક
કતારની રાજધાની દોહામાં ગઈ કાલે એક સુપરમાર્કેટમાં મૂકવામાં આવેલી મેસી અને રોનાલ્ડોના જર્સીના રંગ જેવા ડેકોરેશનવાળી કેક.
ADVERTISEMENT
આ વખતના ફિફા વર્લ્ડ કપમાં આટલાની ગેરહાજરી વર્તાશે ઃ પૉલ પોગ્બા, સૅડ્યો મેને, મોહમ્મદ સાલહ, એર્લિંગ હાલૅન્ડ અને સોકરપ્રેમીઓનો લાડકો દેશ ઇટલી.

