ઑટિઝમ એ ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર છે જે વ્યક્તિના અન્ય લોકો સાથેના સંપર્કને અસર કરે છે.
ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઑર્ડર (એએસડી)થી પીડાતાં બાળકો
‘કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ એ વાતને ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઑર્ડર (એએસડી)થી પીડાતાં બાળકોએ સાર્થક કરી બતાવી. એએસડીથી પીડિત આ બાળકોના જૂથે કુડ્ડાલોરથી ચેન્નઈ સુધી ૧૬૫ કિલોમીટર સ્વિમિંગ કરીને નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ૯થી ૧૯ વર્ષનાં ૧૪ બાળકોએ ગજબનો જુસ્સો બતાવીને ઇતિહાસ રચ્યો હતો. આ વર્લ્ડ રેકૉર્ડ બનાવીને તેમણે સંદેશ આપ્યો છે કે વિકલાંગતા તેમના માર્ગમાં અવરોધ ન બની શકે. ઑટિઝમ એ ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર છે જે વ્યક્તિના અન્ય લોકો સાથેના સંપર્કને અસર કરે છે.