Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સમસ્યાઓથી શરૂ થયેલી જપાન એશિયન ગેમ્સ 2026 ૫૦ વર્લ્ડ રેકૉર્ડ સહિત ૩૫૦થી વધુ વિક્રમો સાથે સમાપ્ત

સમસ્યાઓથી શરૂ થયેલી જપાન એશિયન ગેમ્સ 2026 ૫૦ વર્લ્ડ રેકૉર્ડ સહિત ૩૫૦થી વધુ વિક્રમો સાથે સમાપ્ત

Published : 05 October, 2026 02:19 PM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૩૦માં એશિયન ગેમ્સ કતરના દોહામાં યોજાશે

ટ્રૅપ શૂટર નીરુ ઢાંડા ક્લોઝિંગ સેરેમનીમાં ભારતની ફ્લૅગબેરર હતી

ટ્રૅપ શૂટર નીરુ ઢાંડા ક્લોઝિંગ સેરેમનીમાં ભારતની ફ્લૅગબેરર હતી


એશિયન ગેમ્સ જપાનના આઇચી-નાગોયાના મિઝુહો પાર્ક ઍથ્લેટિક્સ સ્ટેડિયમ ખાતે રંગારંગ ક્લોઝિંગ સેરેમની સાથે સમાપ્ત થઈ હતી. બે અઠવાડિયાંથી વધુ સમય સુધી ચાલેલી તીવ્ર સ્પર્ધાઓમાં ઓછામાં ઓછા ૫૦ વર્લ્ડ રેકૉર્ડ સહિત ૩૫૦થી વધુ વિક્રમો નોંધાયા હતા. શરૂઆતમાં આ રમતોત્સવને લૉજિસ્ટિકલ સમસ્યાઓ અને ગેરવહીવટ જેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

૯૦ મિનિટ સુધી ચાલેલા સમાપન સમારોહમાં વન એશિયાના સંદેશ સાથે તૈયાર કરાયેલો ષટ્કોણીય મંચ હતો.જપાનનો પરંપરાગત ડાન્સ બોન-ઓડોરી, લેસર લાઇટ શો, ધ્વજ ફરકારવતા રોબોટિંગ આર્મ અને ઑલિમ્પિક્સ કાઉન્સિલ ઑફ એશિયાના ફ્લૅગ સાથેનો કતરનો ઘોડેસવાર મુખ્ય આકર્ષણનાં કેન્દ્રો બન્યા હતા.  



ઑલિમ્પિક્સ કાઉન્સિલ ઑફ એશિયાના પ્રમુખ શેખ જોઆન બિન હમાદ અલ-થાનીએ જપાનના ક્રાઉન પ્રિન્સ અને ક્રાઉન પ્રિન્સેસ અકિશિનોની હાજરીમાં ગેમ્સના સમાપનની જાહેરાત કરી હતી. ૨૦૩૦માં એશિયન ગેમ્સ કતરના દોહામાં યોજાવાની હોવાથી ઑફિશ્યલ ફ્લૅગ કતરના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાનીને સોંપવામાં આવ્યો હતો.


ટ્રૅપ શૂટર નીરુ ઢાંડાના નેતૃત્વમાં સફેદ અને વાદળી રંગની કિટ પહેરેલા લગભગ ૩૦ ભારતીય ખેલાડીઓ અને અધિકારીઓએ તિરંગો લહેરાવીને ઍથ્લીટ્સ પરેડમાં ભાગ લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 02:19 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK