હરમનપ્રીતે બીજી, ચોથી અને ૩૨મી મિનિટમાં, જ્યારે મનદીપે ૧૮મી, ૨૪મી અને ૪૬મી મિનિટમાં ગોલ કર્યો હતો

હૉકી ટીમ
ચીનમાં હાન્ગજોની એશિયન ગેમ્સમાં ગઈ કાલે ભારતે મેન્સ હૉકીમાં બંગલાદેશને ૧૨-૦થી કચડી નાખીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કૅપ્ટન હરમનપ્રીત સિંહ અને મનદીપ સિંહ, બન્નેએ ગોલની હૅટ-ટ્રિક કરી હતી. હરમનપ્રીતે બીજી, ચોથી અને ૩૨મી મિનિટમાં, જ્યારે મનદીપે ૧૮મી, ૨૪મી અને ૪૬મી મિનિટમાં ગોલ કર્યો હતો.
અભિષેકે બે ગોલ કર્યા હતા, જ્યારે લલિત ઉપાધ્યાય, અમિત રોહિદાસ, નીલકંઠ શર્મા, ગુર્જન્ત સિંહે એક-એક ગોલ કરીને ભારતને યાદગાર જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ખાસ કરીને અભિષેક અને મનદીપ લાઇવ-વાયર જેવા હતા અને તેમણે ગોલ કરવા ઉપરાંત સાથીઓને ગોલ કરવામાં ઘણી મદદ પણ કરી હતી.
ADVERTISEMENT
ભારત પુલ ‘અે’માં અપરાજિત રહ્યું છે અને સેમી ફાઇનલમાં એનો મુકાબલો પુલ ‘બી’ની બેસ્ટ ટીમ સાથે થશે.

