એક ઇન્ટરવ્યુમાં યુઝવેન્દ્ર ચહલે ભવિષ્યવાણી કરી છે કે ૧૭મી સીઝનમાં યશસ્વી જાયસવાલ અથવા જૉસ બટલર ઑરેન્જ કૅપ જીતશે.
યુઝવેન્દ્ર ચહલ
આઇપીએલ ૨૦૨૪ માટે રાજસ્થાન રૉયલ્સની ટીમે રમૂજી અંદાજમાં નવી જર્સી લૉન્ચ કરી છે. સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવેલા વિડિયોમાં સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ જર્સીની ડિઝાઇન બનાવતો જોવા મળી રહ્યો છે. તે અનોખી જર્સી પહેરીને ટીમના સભ્યો સાથે મજાકમસ્તી કરતો જોવા મળ્યો હતો, પણ અંતે રાજસ્થાન રૉયલ્સની રિયલ જર્સી લૉન્ચ કરવામાં આવે છે. રાજસ્થાન રૉયલ્સની નવી જર્સીમાં યોદ્ધાના સ્પિરિટ અને રાજસ્થાનની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી છે. એક ઇન્ટરવ્યુમાં યુઝવેન્દ્ર ચહલે ભવિષ્યવાણી કરી છે કે ૧૭મી સીઝનમાં યશસ્વી જાયસવાલ અથવા જૉસ બટલર ઑરેન્જ કૅપ જીતશે.


