વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે બંગલાદેશને ૭ વિકેટે હરાવ્યું

પ્રતીકાત્મક તસવીર
ઍન્ટિગાના નૉર્થ સાઉન્ડમાં ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે બંગલાદેશને ૭ વિકેટે હરાવ્યું એ પહેલાં પેસ બોલર કીમાર રૉચ મૅચનો સુપરસ્ટાર બન્યો હતો. કૅરિબિયનોએ ૮૪ રનનો લક્ષ્યાંક મળ્યા બાદ ૨૨ ઓવરમાં ૩ વિકેટે ૮૮ રન બનાવીને ૧-૦થી સરસાઈ મેળવી હતી. ઈજા બાદ કમબૅક કરનાર રૉચને પહેલી જ મૅચમાં મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો. પહેલા દાવની બે વિકેટ બાદ રૉચે બીજા દાવમાં ૫૩ રનમાં પાંચ વિકેટ લઈને મહેમાન ટીમના સ્કોરને ૨૪૫ રન સુધી સીમિત રખાવવામાં સૌથી મોટું યોગદાન આપ્યું હતું. તે ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગની બરોબરીમાં આવ્યો હતો.
વેસ્ટ ઇન્ડીઝના ટોચના ૬ બોલર્સ :
બોલર | વિકેટ |
કોર્ટની વૉલ્શ | ૫૧૯ |
કર્ટલી ઍમ્બ્રોઝ | ૪૦૫ |
માલ્કમ માર્શલ | ૩૭૬ |
લાન્સ ગિબ્સ | ૩૦૯ |
જોએલ ગાર્નર | ૨૫૯ |
હોલ્ડિંગ અને રૉચ | ૨૪૯ |