Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એશિયન ગેમ્સ માટે વરુણ ચક્રવર્તીના સ્થાને વિપ્રજ નિગમ, કુલદીપ યાદવના નામની ચર્ચા

એશિયન ગેમ્સ માટે વરુણ ચક્રવર્તીના સ્થાને વિપ્રજ નિગમ, કુલદીપ યાદવના નામની ચર્ચા

Published : 17 September, 2026 03:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અફઘાનિસ્તાન સામેની ટી20 સિરીઝમાં ઈજાગ્રસ્ત થયેલા વરુણ ચક્રવર્તી એશિયન ગેમ્સ 2026માંથી પણ બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ વિપ્રજ નિગમને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે કુલદીપ યાદવનું નામ પણ ચર્ચામાં હતું.

વરુણ ચક્રવર્તી, વિપ્રજ નિગમ અને કુલદીપ યાદવ

વરુણ ચક્રવર્તી, વિપ્રજ નિગમ અને કુલદીપ યાદવ


વરુણ ચક્રવર્તી અફઘાનિસ્તાન સામેની સિરીઝ પછી એશિયન ગેમ્સમાંથી પણ બહાર થશે. અહેવાલ અનુસાર સ્નાયુઓના ખેંચાણને કારણે વરુણ અનિશ્ચિત સમય માટે મેદાનની બહાર રહેશે.
અફઘાનિસ્તાન સામેની બીજી T20 મૅચમાં વરુણના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સ્પિનર રવિ બિશ્નોઈને સ્થાન આપવામાં આવ્યું હતું. પ્રથમ T20 પછી વરુણને તકલીફ અનુભવાઈ હતી અને વધુ તપાસ માટે તેને BCCIના સેન્ટર ઑફ એક્સલન્સમાં પાછો મોકલવામાં આવ્યો હતો.
અહેવાલ અનુસાર વરુણના સ્થાને સ્પિનર્સ વિપ્રજ નિગમ અને કુલદીપ યાદવના નામની ચર્ચા થઈ રહી છે. કુલદીપ આ મહિનાના અંતમાં વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે મૅચો રમવા માટે તૈયાર છે. વિપ્રજ નિગમને આગામી એશિયન ગેમ્સ માટે ભારતીય T20 સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK