મુંબઈ ઇન્ડિન્સે આપેલા ૧૬૨ રનના ટાર્ગેટને ૧૭ ઓવરમાં ચેઝ કરીને યુપી વૉરિયર્સની ટીમે ૭ વિકેટથી સીઝનની પ્રથમ જીત મેળવી હતી.
અલીઝા હીલી
યુવી વૉરિયર્સની કૅપ્ટન અલીઝા હીલી મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં વૉરિયર અવતારમાં જોવા મળી હતી. મુંબઈની પ્રથમ ઇનિંગ્સની અંતિમ ઓવરમાં એક ફૅન રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરનું ટીશર્ટ લઈને પિચ તરફ દોડી આવ્યો હતો. ફૅન મૅચ દરમ્યાન પિચ ન બગાડે એ માટે અલીઝાએ સાહસ બતાવીને તેને અટકાવ્યો હતો. ત્યાર બાદ ગ્રાઉન્ડ સ્ટાફ મેદાન પર ઘૂસી આવેલા ફૅનને પકડીને બહાર લઈ ગયો હતો. મુંબઈ ઇન્ડિન્સે આપેલા ૧૬૨ રનના ટાર્ગેટને ૧૭ ઓવરમાં ચેઝ કરીને યુપી વૉરિયર્સની ટીમે ૭ વિકેટથી સીઝનની પ્રથમ જીત મેળવી હતી.

