રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં વારંગલ વૉરિયર્સે ૭ વિકેટ ગુમાવીને ૨૫૮ રન કર્યા હતા
ટીમના સાથી ખેલાડીઓ વચ્ચે જીતની શાનદાર ઉજવણી કરતો તિલક વર્મા
બ્રિટનમાં T20 ટૂર માટે ઊપડતાં પહેલાં ભારતનો નવો T20 વાઇસ-કૅપ્ટન તિલક વર્મા ધમાકેદાર બૅટિંગ કરીને છવાઈ ગયો છે. શ્રીલંકામાં ત્રિકોણીય સિરીઝ જીતીને આવ્યાના એક દિવસ બાદ તેણે સોમવારે સાંજે તેલંગણ T20 લીગની પહેલી સીઝનમાં એક મૅચમાં હાજરી આપી હતી.
રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં વારંગલ વૉરિયર્સે ૭ વિકેટ ગુમાવીને ૨૫૮ રન કર્યા હતા. મેડક ફાલ્કન્સ માટે ત્રીજા ક્રમે રમીને તિલક વર્માએ ૧૪ ફોર અને ૮ સિક્સના આધારે ૫૬ બૉલમાં અણનમ ૧૩૬ રન ફટકારીને ૧૯.૪ ઓવરમાં ૨૫૯ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ટીમને ત્રણ વિકેટે જીત અપાવી હતી.
