° °

આજનું ઇ-પેપર
Friday, 31 March, 2023


શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્ટાર-XI ચૅમ્પિયન

26 January, 2023 04:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લુસીબેલો વૉરિયર્સે ૮ ઓવરમાં પાંચ વિકેટે ૭૦ રન બનાવ્યા બાદ સ્ટાર-XIએ ૭ ઓવરમાં માત્ર બે વિકેટના ભોગે ૭૧ રન બનાવીને વિજય મેળવ્યો હતો

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્ટાર-XI ચૅમ્પિયન

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્ટાર-XI ચૅમ્પિયન

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ, મુંબઈ દ્વારા તાજેતરમાં પોઇસર જિમખાનામાં આયોજિત ભંડેરી એસએસપીએલ ક્રિકેટ લીગ સીઝન-5માં સ્ટાર-XI ટીમ ચૅમ્પિયન બની હતી. આ ટેનિસ બૉલ ટુર્નામેન્ટની ફાઇનલમાં લુસીબેલો વૉરિયર્સે ૮ ઓવરમાં પાંચ વિકેટે ૭૦ રન બનાવ્યા બાદ સ્ટાર-XIએ ૭ ઓવરમાં માત્ર બે વિકેટના ભોગે ૭૧ રન બનાવીને વિજય મેળવ્યો હતો અને લુસીબેલો વૉરિયર્સ ટીમ રનર-અપ રહી હતી. આ સ્પર્ધા માટેની ૨૦ ટીમ માટેના કુલ ૨૪૦ પ્લેયર્સ ઑગસ્ટમાં ઑક્શનમાં મેળવવામાં આવ્યા હતા.

મુખ્ય ઇનામવિજેતા ખેલાડીઓ આ મુજબ હતા ઃ અક્ષય પટેલ (પ્લેયર ઑફ ટુર્નામેન્ટ), કેવિન સભાડિયા (બેસ્ટ બૅટર), ગિરીશ મુરાની (મૅન ઑફ ધ ફાઇનલ અને બેસ્ટ બોલર), કૃતાર્થ જાદવાની (ઇમર્જિંગ પ્લેયર), હિતેશ રામોલિયા (બેસ્ટ સ્ટ્રાઇક-રેટ) અને જિજ્ઞેશ ધામેલિયા (બેસ્ટ ઇકૉનૉમી બોલર).

26 January, 2023 04:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

જયપુરમાં બનશે વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ

આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ ૧૦૦ એકર જમીન પર બનનારા આ સ્ટેડિયમમાં ૭૫,૦૦૦ પ્રેક્ષકો બેસી શકે એટલી કૅપેસિટી હશે.

31 March, 2023 11:03 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

આજે આઇપીએલના ઓપનિંગમાં ડ્રોન શો, ધોની-હાર્દિકની હીરો-સ્ટાઇલમાં એન્ટ્રી

અમદાવાદમાં આજે પહેલી મૅચ પહેલાં ૧૫૦૦થી વધુ ડ્રોન દ્વારા રચાશે આઇપીએલના લોગો અને ટ્રોફીનું ફૉર્મેશન, સ્પેશ્યલ ટેક્નૉલૉજીથી સર્જાશે અદ્ભુત આકાશી નઝારો

31 March, 2023 11:00 IST | Mumbai | Shailesh Nayak
ક્રિકેટ

ચૅમ્પિયન ગુજરાત અને હેવીવેઇટ ચેન્નઈના મુકાબલા સાથે આજે આઇપીએલનો આરંભ

૧૨ શહેરમાં રમાશે ૭૦ લીગ મૅચ : ‘હોમ ઍન્ડ અવે’ અને ‘ઇમ્પૅક્ટ પ્લેયર’ તથા ‘ટૉસ પછીની ઇલેવન’ના નિયમ સાથે આઇપીએલના ધમાકેદાર મુકાબલા શરૂ થશે

31 March, 2023 10:56 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK