વાઇરલ વિડિયોમાં પાકિસ્તાનની એક યુવતીએ કહ્યું...
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ગુરુવારે અમેરિકા સામે પાકિસ્તાનનો પરાજય થતાં પાકિસ્તાનના લાખો ચાહકો નિરાશ થયા હતા. સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનના ચાહકોએ પોતાની ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર આક્રોશ ઠાલવ્યો હતો. એમાં પણ પાકિસ્તાનની એક યુવતીનો વિડિયો જોરદાર વાઇરલ થયો હતો જેમાં નિરાશા સાથે તે કહે છે, ‘એક હી દિલ હૈ, કિતની બાર તોડોગે; તોડ તોડ કે દિલ કો ખત્મ કર દિયા હૈ. યે જીતતે કમ હૈં, હારતે ઝ્યાદા હૈં, હમ આપકો સપોર્ટ કરતે હૈં પર આપ કબ પર્ફોર્મન્સ દિખાએંગે?’ હવે રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે મૅચ છે. જો એ મૅચમાં પણ પાકિસ્તાન હારશે તો તેમના સપોર્ટરોનો ગુસ્સો આસમાનને આંબશે એ નક્કી છે.

