મુંબઈ રંગભૂમિની દુનિયાના જાણીતા કલાકારોએ ભાગ લીધો હતો
‘અલગ ઇલેવન’ ટીમે વિજય મેળવીને ટ્રોફી જીતી લીધી હતી
કલાકારોની જાણીતી સંસ્થા ‘સ્વર’ દ્વારા તાજેતરમાં વિલે પાર્લે સ્થિત જમનાબાઈ ચૅરિટેબલ ટ્રસ્ટના મેદાન પર ‘સ્વર પ્રીમિયર લીગ’ ડે ઍન્ડ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈ રંગભૂમિની દુનિયાના જાણીતા કલાકારોએ ભાગ લીધો હતો. રોમાંચક ફાઇનલમાં સ્પૉન્સર જિજ્ઞેશ ખિલાણીની ‘અલગ ઇલેવન’ ટીમે વિજય મેળવીને ટ્રોફી જીતી લીધી હતી. જાણીતા ફિલ્મ હાસ્યકલાકાર જૉની લીવરે આ ફાઇનલની શરૂઆતથી અંત સુધી અને પછી ઇનામ વિતરણ સમારંભમાં વિશેષ હાજરી આપી હતી. એ ઉપરાંત, જાણીતા ફિલ્મ કલાકારો જિમી મોઝીસ, નીતિન ભંડારકર, કિરણ કૉટ્રિયાલ (KK) પણ ઉપસ્થિત હતાં.

