Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News In Short: IPLના રૂપિયાનો ઉપયોગ પોતાના વિકાસ માટે કરવાની સુરેશ રૈનાની યુવાઓને સલાહ

News In Short: IPLના રૂપિયાનો ઉપયોગ પોતાના વિકાસ માટે કરવાની સુરેશ રૈનાની યુવાઓને સલાહ

Published : 25 December, 2022 10:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આઇપીએલ તેમના વિકાસ માટે એક તક છે. તેઓ ભારત તરફથી પણ રમશે. મળેલી રકમમાંથી ઘર ખરીદો અને તમારા શરીર પાછળ પણ રૂપિયા ખર્ચો, જેથી ટીમ તમારા વગર રમવાનું વિચારી જ ન શકે. આ રૂપિયાનો ઉપયોગ તમારા વિકાસ માટે કરો.’

અભદ્ર ભાષા બદલ વેડ પર એક મૅચ રમવા પર પ્રતિબંધ

અભદ્ર ભાષા બદલ વેડ પર એક મૅચ રમવા પર પ્રતિબંધ


આઇપીએલની હરાજીમાં વિદેશી ખેલાડીઓ ઉપરાંત કેટલાક આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યા ન હોય એવા યુવા ખેલાડીઓને પણ કોચીમાં યોજાયેલી હરાજીમાં વિવિધ ટીમે મોટી રકમ આપીને ખરીદ્યા છે. શિવમ માવી સૌથી વધુ ૬ કરોડ મેળવનાર અનકૅપ્ડ ખેલાડી બન્યો હતો. તેને ગુજરાતની ટીમે ખરીદ્યો છે. બંગાળના ફાસ્ટ બોલર મુકેશ કુમારને દિલ્હીની ટીમે ૫.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું કે ‘નાના શહેરમાંથી ઘણા ખેલાડીઓ આઇપીએલમાં સારું પ્રદર્શન કરે છે. આઇપીએલ તેમના વિકાસ માટે એક તક છે. તેઓ ભારત તરફથી પણ રમશે. મળેલી રકમમાંથી ઘર ખરીદો અને તમારા શરીર પાછળ પણ રૂપિયા ખર્ચો, જેથી ટીમ તમારા વગર રમવાનું વિચારી જ ન શકે. આ રૂપિયાનો ઉપયોગ તમારા વિકાસ માટે કરો.’

ધુમ્મસને લીધે કરાચીમાં રમાશે ન્યુ ઝીલૅન્ડ સામેની તમામ મૅચ



પંજાબમાં ઠંડી તેમ જ ધુમ્મસને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટ મૅચ મુલ્તાનને બદલે કરાચીમાં જ આયોજિત કરશે, જેને કારણે તમામ મૅચો એક શહેરમાં જ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા બાદ આ નિર્ણય લીધો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે ધુમ્મસને કારણે મુલ્તાનમાં વિમાન-સર્વિસ પર અસર પડી હતી. વળી ધુમ્મસને કારણે રમતના સમયમાં એક કલાકનું નુકસાન પણ થઈ શકે છે. હવે બે ટેસ્ટ અને ત્રણ વન-ડે કરાચીમાં જ રમાશે. 


અભદ્ર ભાષા બદલ વેડ પર એક મૅચ રમવા પર પ્રતિબંધ

અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ ઑસ્ટ્રેલિયાના વિકેટકીપર મૅથ્યુ વેડ પર બિગ બૅશ લીગની ૧૨મી સીઝન દરમ્યાન એક મૅચ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટી૨૦ વર્લ્ડ કપ માટેની ઑસ્ટ્રેલિયાની ટીમનો ખેલાડી બીબીએલની હોબાર્ટ હરિકેનનો કૅપ્ટન છે તેમ જ આ પ્રતિબંધને કારણ તે મેલબર્નમાં મેલબર્ન રેનેગેડ્સની ટીમ સામેની મૅચ નહીં રમી શકે. ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે છેલ્લા ૧૮ મહિનામાં આચારસંહિતાના ભંગ બદલ તેના પર આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  


આયરલૅન્ડનો જોસ લિટલ આઇપીએલ રમનાર પહેલો ખેલાડી

આયરલૅન્ડ તરફથી આઇપીએલમાં રમનાર પહેલો ખેલાડી બનનાર ફાસ્ટ બોલર જોશ લિટલ પોતાની પસંદગીને મોટી તક ગણે છે તેમ જ ગુજરાતના કૅપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ આશિષ નેહરાના માર્ગદર્શનમાં રમવા માટે આતુર છે. ગુજરાતની ટીમે ૨૩ વર્ષના ખેલાડીને હરાજીમાં ૪.૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર આ ખેલાડી અત્યાર સુધી બાવીસ વન-ડે તથા ૫૩ ટી૨૦ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યો છે. તેણે કહ્યું હતું કે આયરલૅન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મારા માટે હંમેશાં પ્રાથમિકતા રહેશે. 

Whatsapp-channel Whatsapp-channel

25 December, 2022 10:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK