સુનીલ ગાવસકરે ભારત સરકારને કરી વિનંતી
સુનીલ ગાવસકર
૧૯૮૩માં ભારતની પ્રથમ વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમના મેમ્બર સુનીલ ગાવસકરે હાલમાં રાહુલ દ્રવિડ, જય શાહ અને રોહિત શર્માનાં ભરપેટ વખાણ કર્યાં હતાં. તેમણે ભારત સરકારને રાહુલ દ્રવિડને સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અવૉર્ડ આપવાની માગણી કરી હતી. તમામ ફૅન્સનો સપોર્ટ માગતાં તેમણે પૂછ્યું પણ હતું કે ભારત રત્ન રાહુલ શરદ દ્રવિડ, આ સાંભળવામાં સારું લાગશેને?
ADVERTISEMENT
લિટલ માસ્ટરે ભારતીય બોર્ડના સચિવ જય શાહને ટ્રોલ કરનાર ટ્રોલરની ટીકા કરી હતી. જય શાહ માટે તેમણે કહ્યું હતું કે મેન્સ-વિમેન્સ ભારતીય ક્રિકેટમાં સમાન વેતન અને વિમેન્સ પ્રીમિયર લીગ સહિતનાં ઘણાં નોંધપાત્ર પગલાં તેમણે લીધાં હતાં. ૨૦૧૫માં તેમણે ગુજરાત ક્રિકેટ અસોસિએશન સાથે કરીઅરની શરૂઆત કરી હતી. ૨૦૧૯માં તેઓ ભારતીય બોર્ડના સચિવ બન્યા, પણ કેટલાક લોકો તેમને પૉલિટિકલ એજન્ડાને કારણે ક્રેડિટ નથી આપતા. રોહિત શર્માને લોકોના કૅપ્ટન ગણાવીને તેમણે કહ્યું હતું કે તેણે કપિલ દેવ અને ધોનીના વારસાને આગળ વધાર્યો છે.

