કૅપ્ટન ઈશાન કિશને ૪૫ બૉલમાં સદી ફટકારી, કુમાર કુશાગ્ર સાથે ૧૭૭ રનની રેકૉર્ડ પાર્ટનરશિપ કરી
ગઈ કાલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટુર્નામેન્ટની વિનિંગ ટ્રોફી સાથે સેલિબ્રેશન કરી રહેલી ઝારખંડની ટીમ
પુણેમાં આયોજિત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટુર્નામેન્ટની ૧૮મી સીઝનની ફાઇનલમાં હરિયાણાને ૬૯ રને હરાવીને ઝારખંડ પહેલી વખત વિજેતા બન્યું છે. ઝારખંડે ઈશાન કિશન અને કુમાર કુશાગ્રની ૧૭૭ રનની રેકૉર્ડ ભાગીદારીથી ૩ વિકેટે ૨૬૨ રનનો ટુર્નામેન્ટની ફાઇનલનો હાઇએસ્ટ સ્કોર કર્યો હતો. હરિયાણાએ એક ફિફ્ટીના આધારે ૧૮.૩ ઓવરમાં ૧૯૩ રન કરીને તમામ વિકેટ ગુમાવી દીધી હતી.
ઈશાન કિશને ૪૯ બૉલમાં ૬ ફોર અને ૧૦ સિક્સરની મદદથી ૧૦૧ રન કર્યા હતા. ૨૦૬.૧૨ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને તેણે ૪૫ બૉલમાં સદી પૂરી કરી હતી. તે આ ટુર્નામેન્ટની ફાઇનલમાં સદી કરનાર પહેલવહેલો કૅપ્ટન બન્યો હતો. ૧૦ ઇનિંગ્સમાં ૫૧૭ રન કરીને ઈશાન કિશન વર્તમાન સીઝનમાં ૫૦૦+ રન કરનાર એકમાત્ર બૅટર બન્યો છે.
ADVERTISEMENT

માત્ર ૪૫ બૉલમાં સદી ફટકારીને પુષ્પા સ્ટાઇલમાં અનોખી ઉજવણી કરી ઈશાન કિશને, તેણે ૧૦ સિક્સથી મદદથી ૧૦૧ રન ફટકાર્યા હતા
ત્રીજા ક્રમે રમીને યંગ બૅટર કુમાર કુશાગ્રએ ૨૧૩.૧૬ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૩૮ બૉલમાં ૮ ફોર અને પાંચ સિક્સરની મદદથી ૮૧ રન કર્યા હતા. બન્ને વચ્ચે થયેલી ૧૭૭ રનની ભાગીદારી મેન્સ T20 ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય જોડી દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી પાર્ટનરશિપ હતી. ઝારખંડ માટે ફાઇનલમાં ૪૦ રન અને બે વિકેટ લેનાર ઑલરાઉન્ડર અનુકુલ રૉય પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. તેણે આખી ટુર્નામેન્ટમાં ૩૦૩ રન કરવાની સાથે ૧૮ વિકેટ લીધી હતી.
5
આ ટુર્નામેન્ટમાં આટલી હાઇએસ્ટ સદી ફટકારવાના મામલે અભિષેક શર્માની બરાબરી કરી ઈશાન કિશને.
33
આટલી હાઇએસ્ટ સિક્સર એક સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ફટકારનાર બૅટર બન્યો ઈશાન કિશન.


