અગાઉ સચિન તેન્ડુલકરની દીકરી સારા તેન્ડુલકર સાથેના કથિત બ્રેકઅપની વાતો ચાલતી હતી, પણ હાલના રિપોર્ટ મુજબ શુભમન અને સારા વચ્ચે પૅચઅપ થઈ ગયું છે.
શુભમન ગિલ અને સારા તેન્ડુલકર
શુભમન ગિલ બંગલાદેશ સામેની શાનદાર સદીને કારણે ચર્ચામાં છે. વળી તે પોતાની પર્સનલ લાઇફને લઈને પણ સમાચારમાં છવાઈ ગયો છે. અગાઉ સચિન તેન્ડુલકરની દીકરી સારા તેન્ડુલકર સાથેના કથિત બ્રેકઅપની વાતો ચાલતી હતી, પણ હાલના રિપોર્ટ મુજબ શુભમન અને સારા વચ્ચે પૅચઅપ થઈ ગયું છે. સારા તેન્ડુલકરે ઇન્સ્ટાગ્રામ પર શુભમનની બહેન શહનીલ ગિલને પણ ફૉલો કરવાનું શરૂ કરી દીધું છે. એના જૂના સ્ક્રીનશૉટ પણ ફરી વાઇરલ થયા છે, જેમાં શુભમનના જન્મદિવસે સારાએ કમેન્ટ કરી હતી, પણ ત્યારે હાર્દિક પંડ્યાએ એના પર કમેન્ટ કરતાં લખ્યુ હતું, ‘તેમના તરફથી તારું સ્વાગત છે.’ દરમ્યાન શુભમન ઍક્ટ્રેસ સારા અલી ખાન સાથે ડેટિંગ કરતો હોવાની વાતો પણ બહાર આવી છે, એને કારણે ઘણી વખત અસમંજસની સ્થિતિ ઊભી થાય છે કે ‘આખરે સારા કઈ?’ શુભમન અને સારા અલી ખાન દિલ્હીમાં કેટલાક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યાં હતાં.