મૅન ઑફ ધ મૅચ : આવિષ્કાર બિગ બૅશનો હર્શુલ નંદુ.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રૂબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) ૨૦૨૩માં ગઈ કાલે લીગ રાઉન્ડની નવમી અને દસમી મૅચમાં આવિષ્કાર બિગ બૅશ અને સ્કૉર્ચર્સે ૬ વિકેટે શાનદાર જીત મેળવી હતી.
મૅચ ૯ : પૂર્ણલબ્ધિ બુલ્સ (૧૮.૧ ઓવરમાં ૮૪ રનમાં ઑલઆઉટ - દીપેશ ગડા ૨૪ બૉલમાં ૨૫ અને દીપક બૌવા પાંચ બૉલમાં ૧૦ રન, તેજસ ગડા સાત રનમાં ૩ તથા હર્લી ગાલા ૨૨ રનમાં અને હર્શુલ નંદુ ચાર રનમાં બે-બે વિકેટ) સામે આવિષ્કાર બિગ બૅશ (૧૨ ઓવરમાં ચાર વિકેટે ૮૫ રન - હર્શુલ નંદુ ૨૮ બૉલમાં ૩૨ અને મિતેશ કારિયા ૧૮ બૉલમાં ૨૬ રન, જિતુ ગાલા ૨૮ રનમાં બે તથા દીપક બૌવા ૧૨ રનમાં અને કાર્તિક ગડા ૬ રનમાં એક-એક વિકેટ)નો ૬ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : આવિષ્કાર બિગ બૅશનો હર્શુલ નંદુ.
ADVERTISEMENT
મૅચ ૧૦ : એમ્પાયર વૉરિયર્સ (૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૮ રન - નિકુંજ નંદુ ૧૩ બૉલમાં ૪૦ અને ચિરાગ નિશર ૨૨ બૉલમાં ૩૧ રન, પલક સાવલા ૧૦ રનમાં પાંચ તથા પ્રથમ ગાલા ૨૨ રનમાં અને જૈનમ ગડા ૨૭ રનમાં એક-એક વિકેટ) સામે સ્કૉર્ચર્સ (૧૯ ઓવરમાં ચાર વિકેટે ૧૫૧ રન - કિશોર ચરલા ૫૧ બૉલમાં ૫૯ અને પલક સાવલા ૩૨ બૉલમાં ૪૭ રન, રસિક સત્રા ૨૫ રનમાં, ચિરાગ નિશર ૨૭ રનમાં અને કુનાલ નિશર ૪૭ રનમાં એક-એક વિકેટ)નો ૬ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : સ્કૉર્ચર્સનો પલક સાવલા.
હવે આજે લીગ રાઉન્ડમાં સવારે ૯.૩૦ વાગ્યે રંગોલી વાઇકિંગ્સ V/S ટીમ ઇન્ટિગ્રેટેડ અને બપોરે ૧ વાગ્યે ટૉપ-10 લાયન્સ V/S રોઝવૉલ્ટ સનરાઇઝર્સની ટક્કર જામશે.


