આ રીતે આઉટ થનારો પહેલવહેલો પાકિસ્તાની ક્રિકેટર
સાઉદ શકીલ
પાકિસ્તાનની ટેસ્ટ ટીમનો વાઇસ-કૅપ્ટન સાઉદ શકીલ ક્રિકેટના મેદાન પર ટાઇમ આઉટ થનાર પહેલવહેલો પાકિસ્તાની ક્રિકેટર બન્યો છે. પ્રેસિડન્ટ કપ ફર્સ્ટ-ક્લાસ ટુર્નામેન્ટની ફાઇનલમાં સ્ટેટ બૅન્ક તરફથી રમતાં તે ડ્રેસિંગ રૂમમાં સૂઈ રહ્યો હતો. નિયમ અનુસાર ત્રણ મિનિટની અંદર બૅટિંગ માટે તૈયાર ન થતાં સાઉદ શકીલને ટાઇમ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. હરીફ ટીમ પાકિસ્તાન ટેલિવિઝને આ દરમ્યાન હૅટ-ટ્રિક વિકેટ મેળવી હતી. પ્રોફેશનલ મેન્સ ક્રિકેટમાં આ નવમી અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની આ સાતમી ઘટના છે.
રમઝાનને કારણે પ્લેયર્સ પોતાનો ઉપવાસ સૂર્યાસ્ત બાદ છોડે છે જેને કારણે આ મૅચનો ટાઇમિંગ સાંજે ૭.૩૦થી મોડી રાતે ૨.૩૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આખી મૅચ ફ્લડલાઇટ્સ હેઠળ રમાતી હોવાથી પહેલી વાર પાકિસ્તાનની ડોમેસ્ટિક ક્રિકેટમાં પિન્ક બૉલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

