સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભારતીય ક્રિકેટર સંજુ સૅમસને સર્વિસિસ ટીમ સામે કેરલાને ત્રણ વિકેટે જીત અપાવી હતી.
સંજુ સૅમસન
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભારતીય ક્રિકેટર સંજુ સૅમસને સર્વિસિસ ટીમ સામે કેરલાને ત્રણ વિકેટે જીત અપાવી હતી. ૪૫ બૉલમાં ૭૫ રનની ઇનિંગ્સ રમનાર સંજુ આ મૅચમાં ક્રિકેટ-જર્સી પર SAMMY નામ છપાવીને આવ્યો હતો જે પહેલાં ક્યારેય જોવા નથી મળ્યું. શક્ય છે કે રાજસ્થાન રૉયલ્સનો કૅપ્ટન સંજુ સૅમસન આ જ નામની જર્સી પહેરીને IPLમાં પણ ધમાલ મચાવે. રાજસ્થાન રૉયલ્સે તેને ૧૮ કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે.