વરુણ ચક્રવર્તીનાે પચીસ રન આપવાનાે અનિચ્છનીય રેકૉર્ડ તોડ્યો. ૧૪ વર્ષના બાળક સામે ધોવાયો અફઘાની બોલર કરીમ જનત.
કરીમ જનત
સોમવારે ગુજરાત ટાઇટન્સ તરફથી બોલિંગ ઑલરાઉન્ડર કરીમ જનતે IPL ડેબ્યુ કર્યું હતું. IPL રમનાર ૧૦મો અફઘાની પ્લેયર બનનાર આ ૨૬ વર્ષના મીડિયમ ફાસ્ટ બોલરને ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીએ પહેલી ઓવરમાં જ ધોઈ નાખ્યો હતો. બીજી ઇનિંગ્સમાં ગુજરાતની કમાન સંભાળનાર અફઘાની સ્ટાર સ્પિનર રાશિદ ખાને જ્યારે પોતાના સાથી ક્રિકેટર કરીમને ૧૦મી ઓવર ફેંકવા આપી હતી, પણ વૈભવે તેની ઓવરમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા પછી તેણે બોલિંગ કરવાની હિંમત જ નહોતી કરી.
કરીમ પહેલી IPL ઓવરમાં સૌથી વધુ ૩૦ રન આપનાર બોલર બની ગયો છે. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સના મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીનો ૨૦૧૯નો આ અનિચ્છનીય રેકૉર્ડ તોડ્યો છે જેમાં તેણે ઈડન ગાર્ડન્સમાં પંજાબ કિંગ્સ સામે પોતાની પહેલી ઓવરમાં પચીસ રન આપી દીધા હતા.

