Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રિમોટ-કન્ટ્રોલથી ચાલતી કાર સાથે રમતા વૈભવ સૂર્યવંશી પાસે માગવામાં આવ્યું ડ્રાઇવિંગ લાઇસન્સ

રિમોટ-કન્ટ્રોલથી ચાલતી કાર સાથે રમતા વૈભવ સૂર્યવંશી પાસે માગવામાં આવ્યું ડ્રાઇવિંગ લાઇસન્સ

Published : 10 April, 2026 03:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્તમાન સીઝનમાં વૈભવ ૩ મૅચમાં ૨૪૮.૯૭ના સ્ટ્રાઇક-રેટથી ૧૨૨ રન ફટકારી ચૂક્યો છે. 

રિમોટ-કન્ટ્રોલથી ચાલતી કાર સાથે રમતા વૈભવ સૂર્યવંશી પાસે માગવામાં આવ્યું ડ્રાઇવિંગ લાઇસન્સ

રિમોટ-કન્ટ્રોલથી ચાલતી કાર સાથે રમતા વૈભવ સૂર્યવંશી પાસે માગવામાં આવ્યું ડ્રાઇવિંગ લાઇસન્સ


IPL 2026માં ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી તેની બૅટિંગ સાથે મજાક મશ્કરીને કારણે પણ ચર્ચામાં છે. રાજસ્થાન રૉયલ્સે પ્રૅક્ટિસ-સેશનનો એક વિડિયો શૅર કર્યો છે જેમાં વૈભવ સૂર્યવંશી ટૉસનો સિક્કો લાવવા માટે ઉપયોગમાં લેવાતી રિમોટ-કન્ટ્રોલથી ચાલથી કાર સાથે રમતો જોવા મળ્યો હતો. તેની ટીમના એક સભ્યએ રમૂજી કમેન્ટ કરતાં કહ્યું હતું, ‘તારું ડ્રાઇવિંગ લાઇસન્સ ક્યાં છે? આની પાસે તો ડ્રાઇવિંગ લાઇસન્સ જ નથી.’ વર્તમાન સીઝનમાં વૈભવ ૩ મૅચમાં ૨૪૮.૯૭ના સ્ટ્રાઇક-રેટથી ૧૨૨ રન ફટકારી ચૂક્યો છે. 

રિયાન પરાગ IPLની પ્રૅક્ટિસમાંથી બ્રેક લઈને ફૅમિલી સાથે ગુવાહાટીમાં વોટ આપવા ગયો




રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન રિયાન પરાગે આસામ વિધાનસભાની ચૂંટણીમાં વોટ આપવા માટે ગઈ કાલે IPLની પ્રૅક્ટિસમાંથી બ્રેક લીધો હતો. ગુવાહાટીમાં મતદાન કરવાની ફરજ બજાવ્યા બાદ તેણે મમ્મી-પપ્પા સાથેનો એક ફોટો શૅર કર્યો હતો. વ્યસ્ત પ્રોફેશનલ શેડ્યુલ છતાં નાગરિક જવાબદારી નિભાવનાર રિયાન પરાગની ઑનલાઇન વ્યાપક પ્રશંસા કરવામાં આવી છે. ૨૪ વર્ષના આ ખેલાડીના પપ્પા પરાગ દાસ આસામના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને મમ્મી મીઠુ બરુઆ ભૂતપૂર્વ નૅશનલ સ્વિમર છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK