ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની નવી સીઝનની શરૂઆતમાં ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ને કદાચ નવા માલિક મળી શકે છે. મળતી માહિતી પ્રમાણે નવા માલિક માટે પ્રક્રિયા છેલ્લા તબક્કે પહોંચી ગઈ છે અને હવે માત્ર બે જ ખરીદદાર મેદાનમાં રહ્યા છે.
ટૂંક સમયમાં નક્કી થઈ જશે RCBના નવા માલિક
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની નવી સીઝનની શરૂઆતમાં ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ને કદાચ નવા માલિક મળી શકે છે. મળતી માહિતી પ્રમાણે નવા માલિક માટે પ્રક્રિયા છેલ્લા તબક્કે પહોંચી ગઈ છે અને હવે માત્ર બે જ ખરીદદાર મેદાનમાં રહ્યા છે. આ પહેલાં મૅન્ચેસ્ટર યુનાઇટેડ ફુટબૉલ ક્લબના માલિક તથા અદર પૂનાવાલા સહિત પાંચ જણ રેસમાં હતા, પણ સોમવારની ડેડલાઇન બાદ હવે ફક્ત બે જણ રહ્યા છે સ્વીડનની એક પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કંપની અને બીજા મણિપાલ હૉસ્પિટલના રંજન પઈના નેતૃત્વમાં એક સમૂહ. કિંમત પણ ૧.૮ બિલ્યન ડૉલર (૧૬,૬૦૦ કરોડ રૂપિયા)થી વધીને બે બિલ્યન ડૉલર (૧૮,૪૦૦ કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ હોવાની ચર્ચા છે.
